Home /News /national-international /ટીવી મિકેનિકની દીકરી બની દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ, વાયુસેનામાં ઉડાવશે ફાઈટર જેટ

ટીવી મિકેનિકની દીકરી બની દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ, વાયુસેનામાં ઉડાવશે ફાઈટર જેટ

indian fist muslim woman fighter pilot sania mirza

મિર્ઝાપુર જિલ્લાના દેહાત કોતવાલી વિસ્તારની જસોવરની રહેવાસી ટીવી મિકેનિક શાહિદ અલીની દીકરી સાનિયા મિર્ઝાએ એનડીએની પરીક્ષા ક્વાલિફાઈ કરી છે.

મિર્ઝાપુર: આપણે ત્યાં એક કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય...કંઈક આવું જ મિર્ઝાપુરની એક દીકરીએ કરી બતાવ્યું છે. સાનિયાએ પોતાના સપનાને સાકાર કર્યા છે. આ ઉડાન એવી છે, જે બીજી છોકરીએ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે. મિર્ઝાપુર જિલ્લાના જસોવરની રહેવાસી ટીવી મિકેનિકની દીકરી સાનિયા મિર્ઝાએ એનડીએની પરીક્ષા પાસ કરી છે. ભારતીય વાયુસેનામાં પહેલી મુસ્લિમ છોકરી છે, જેની પસંદગી ફાઈટર પાયલટ તરીકે થઈ છે.

આ પણ વાંચો:  Panchmahal: ગુજ્જુ દીકરી આફ્રિકામાં બની પાયલટ, વીડિયોમાં જુઓ કેવી રીતે ઉડાવે છે પ્લેન!

પહેલી મુસ્લિમ ફાઈટર પાયલટ જે ઉડાવશે સેનાનું વિમાન


મિર્ઝાપુર જિલ્લાના દેહાત કોતવાલી વિસ્તારની જસોવરની રહેવાસી ટીવી મિકેનિક શાહિદ અલીની દીકરી સાનિયા મિર્ઝાએ એનડીએની પરીક્ષા ક્વાલિફાઈ કરી છે. જસોવરની રહેવાસી આ દીકરીએ દેશનું નામ રોશન કર્યું છે. સાનિયા મિર્ઝા પ્રથમ મુસ્લિમ ફાઈટર પાયલટ બનશે, જેની પસંદગી થઈ ગઈ છે. સાનિયા મિર્ઝાએ પ્રાઈમરીથી લઈને 10માં ધોરણ સુધીનો અભ્યાસ ગામની પંડિત ચિંતામણી દૂબે ઈંટર કોલેજમાં કર્યો છે. ત્યાર બાદ 12માનો અભ્યાસ ગુરુનાનક ઈંટર કોલેજમાંથી કર્યો છે. જ્યાં જિલ્લામાં ટોપ કર્યું હતું. 12મું પાસ કર્યા બાદ સેંચુરિયન ડિફેન્સ એકેડમીમાંથી તૈયારી શરુ કરી, જ્યાં સાનિયાએ આ સપનું સાકાર કર્યું અને દેશનું નામ રોશન કર્યું. સાનિયા મિર્ઝાનો જોઈનિંગ લેટર આવ્યા બાદ પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. 27 ડિસેમ્બરે સાનિયા એનડીએના ખડગવાસલા પુણેમાં જઈને જોઈન કરશે.

એન્જીનિયર બનવા માગતી હતી, આવી રીતે લક્ષ્ય બદલ્યો


એનડીએની પરીક્ષા ક્વાલિફાઈ કર્યા બાદ સાનિયા મિર્ઝાએ કહ્યું કે, તેણે હિન્દુ મીડિયમમાં અભ્યાસ કર્યો છે, નાનપણથી તેનું સપનું એન્જીનિયર બનવાનું હતું. પણ બાદમાં તેણે અવની ચતુર્વેદીને જોઈ અને તેનાથી પ્રેરણા લઈને એનડીએની તૈયારી શરુ કરી. જ્યાં તેણે સેકન્ડ ટ્રાયમાં આ પરીક્ષા પાસ કરી લીધી. મારા પ્રેરણા સ્ત્રોત મારા માતા-પિતા છે. જેમણે દરેક સમયે મને સાથ આપ્યો છે.

લગ્નનો વધારે ખર્ચો કરવા કરતા દીકરીના સપના પુરા કરવામાં પૈસા ખર્ચો


સાનિયાએ કહ્યું કે, આજની છોકરીઓને એજ કહેવા માગું છું કે, જે મા-બાપ ઈચ્છે છે કે, અઢળક રૂપિયા ભેગા કરીને દીકરીના લગ્ન કરાવીશું, તો તેનાથી વધારે સારુ તો એ છે કે, આ પૈસાથી દીકરીનો અભ્યાસ અને તેમના સપના પુરા કરો. હું બહાર અભ્યાસ કરુ છું, તો તેને લઈને સમાજમાં વાતો થાય છે. પણ મારા પર તે વાતોની કોઈ અસર થતી નથી. કારણ કે, સમાજ મારી ફી ભરતો નથી. મારા માતા-પિતા મારી ફી ભરે છે, તેઓ મને સાથ આપે છે. પરિવાર મારી સાથે છે, મારા માટે એજ સૌથી મોટી વાત છે.

આ પણ વાંચો: કેરલથી દુબઈ જઈ રહેલા એર ઈંડિયાના વિમાનમાંથી સાંપ નિકળ્યો, સરકારે આપ્યા તપાસના આદેશ

પિતાએ રાત દિવસ એક કરીને દીકરીના સપના પુરા કર્યા


સાનિયા મિર્ઝાના પિતા શાહિદ અલીએ કહ્યું કે, દીકરીના ભણતર માટે 8 કલાકની જગ્યાએ 12થી 14 કલાકની મહેનત કરી છે. જેથી પૈસા ભેગા કરી શકાય. પૈસાના કારણે દીકરીને કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. આજે દીકરીએ એવું કામ કરી આપ્યું છે, જેનાથી અમને ગર્વ થઈ રહ્યો છે. સાનિયાની મા તબસ્સુમ મિર્ઝાએ કહ્યું કે, દીકરી જ્યારે ભણવા માટે જતી હતી, તો રાત થવા પર ખૂબ જ ટેન્શનમાં રહેતી આજૂબાજૂના લોકો પણ કહેતા રહેતા, પણ આજે દીકરીએ આ કરી બતાવ્યું તેનાથી અમને ગર્વ થઈ રહ્યો છે. અમને પણ ભણવાનો શોખ હતો, પણ ભણી શક્યા નહીં. અમારી દીકરીએ ગામની સાથે જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે.
First published:

Tags: Pilot, Sania mirza

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો