Home /News /national-international /1 વર્ષથી બંધક ભારતીય માછીમારો યમનથી આ રીતે ભાગી આવ્યા માદરે વતન

1 વર્ષથી બંધક ભારતીય માછીમારો યમનથી આ રીતે ભાગી આવ્યા માદરે વતન

પ્રતિકાત્મક તસવીર

3000 કિલોમીટરનો પ્રવાસ ખેડી શક્યા યમનથી ભાગીને આવ્યા ભારતીય માછીમારો

પોતાના લોકોની પાસે હોવાની ખુશી શું છે તે કોચ્ચી તટ પર પહોંચેલા 9 ભારતીય માછીમારોને પૂછો. કોચ્ચી તટ પર બેઠેલા આ માછીમારોની આંખોથી નીકળતા એક એક આંસુ તેમની સાથે થયેલા દુખને વર્ણવે છે. આ માછીમારોનું કહેવું છે કે તેમને ભારત પહોંચીને નવી જિંદગી મળી છે. અને આવું કહેવા પાછળ તેમની પાસે કારણ પણ છે. કેમ કે યમનમાં તેમને ગત એક વર્ષથી બંધક બનાવીની તમામ પ્રકારના ત્રાસ ગુજારવામાં આવતા હતા. ત્યારે આજે તેમને માદરે વતનમાં ખુલી હવા લેવાનો અવસર મળ્યો છે.

કેરળના બે અને તમિલનાડુના 7 માછીમારોને ગત એક વર્ષથી યમનમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. તેમને વધુ કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું. કોઇક રીતે આ માછીમારોએ તેમના માલિકની નાવ ચોરી લીધી અને 10 દિવસ સુધી 3000 કિલોમીટર લાંબો સમુદ્રી સફર કરી તે ભારત પહોંચ્યા. અહીં કોચ્ચી તટ પર 75 કિલોમીટરની દૂરી પર ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનાએ તેમને નાવને રોકી તો માછીમારા ભારતીય જવાનોને જોઇને ખુશ થઇ ગયા એ હાશકારા સાથે કે હાશ, હવે વતન આવી ગયું! કોસ્ટગાર્ડને ડૉર્નિયર એરક્રાફથી આમની નાવ વિષે જાણકારી મળી હતી.

કહેવાય છે કે 13 ડિસેમ્બર 2018ના રોજ આ માછીમારોને માછલી પકડવા માટે તિરુંવનંતપુરમ તટ છોડ્યું હતું. માછલી પકડવાના ચક્કરમાં આગળ વધી જતા યમનમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા. અહીં તેમને નાવમાં રાખવામાં આવતા અને ખૂબ કામ કરાવવામાં આવતું. વળી આ માછીમારોને એક વાર જ ખાવાનું ખાવા મળતું. માછીમારોએ જણાવ્યું કે નાવ ચોરતી વખતે તેમાં ઇંધણ અને ખાવા પીવાનો સામાન પહેલાથી હતો. જેના કારણ તે સરળતાથી 3000 કિલોમીટરનો પ્રવાસ ખેડી શક્યા.

પોલીસે વધુમાં જણાવ્યું કે આ માછીમારોની ઇમિગ્રેશન ઔપચારિકતા પૂરી કર્યા પછી પરિજનોને સોંપી દેવામાં આવશે. સાથે જ કોસ્ટલ પોલીસના અધિકારીઓએ આ તમામ માછીમારોમના પરિવારને જાણકારી આપી છે. તમામ માછીમારોના પરિવારજન શનિવાર બપોર સુધી કોચી પહોંચી જશે. અને જો બધી જાણકારી સાચી મળી તો તેમને જલ્દી જ છોડી દેવામાં આવશે.
First published:

Tags: Fisherman, Yemen