Home /News /national-international /ભારતીય કોર્ટોના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો: બાળકી પર દુષ્કર્મ કર્યાના એક જ દિવસમાં આરોપીને આજીવન કેદની સજા

ભારતીય કોર્ટોના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો: બાળકી પર દુષ્કર્મ કર્યાના એક જ દિવસમાં આરોપીને આજીવન કેદની સજા

સગીરાએ તમામ હકીકત તેની માતાને જણાવતા બોડેલી પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસ તાત્કાલિક નરાધમને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા. સચિન બોડેલીમાં જ આવ્યો હોવાની બાતમી મળતા તે આબાદ રીતે ઝડપાઈ ગયો છે. માસૂમ બાળકીઓને અસામાજીક તત્વો જે રીતે પટાવી ફોસલાવીને તેમનો મનસૂબો પાર પડે છે તે આ કિસ્સો માં-બાપ માટે લાલબત્તી સમાન છે.(પ્રતીકાત્મક તસવીર)

fastest Justice કોર્ટે સરકારને પીડિતને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.

અરરિયા: ભારતની કોર્ટોના (Indian court) ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી માનવામાં આવતો ચુકાદો થયો છે. બિહારના અરરિયા જિલ્લાની પોક્સો કોર્ટે (Bihar's Araria POCSO Court) આઠ વર્ષની બાળકી ઉપર બળાત્કાર (rape on minor) કરનાર બળાત્કારીને ગુનો કર્યાના એક જ દિવસમાં કોર્ટ કાર્યવાહી સંપન્ન કરી આજીવન કારાવાસની સજા ફટકારી દીધી છે.

આજીનવ કેદની સાથે 50 હજારનો દંડ

પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ શશીકાંત રાયે ગુનેગારને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે તેને રૂ. 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. તે ઉપરાંત જજે ગુનેગારને પિડિત બાળકીના ભાવિ જીવનના પુન:વસન માટે રૂ. 7 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટ દ્વારા, આ મુજબનો આદેશ ગત 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યો હતો પરંતુ આ કેસને લગતી ઓર્ડર શીટ 26 નવેમ્બરના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

રેપના બીજા દિવસે જ એફઆરઆઈ દાખલ

આ કેસ અંગેની માહિતી પ્રમાણે, આઠ વર્ષની બાળકી ઉપર ગત 22 જુલાઇના રોજ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અરરિયાના નરપતગંજ પોલીસ સ્ટેશનમાં 23 જુલાઈએ આઠ વર્ષની બાળકી પર રેપની ફરિયાદ દાખલ થઈ હતી. કેસના તપાસ અધિકારી રીટા કુમારીએ આરોપની ધરપકડ કરી અને 18 સપ્ટેમ્બરે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. આ કેસમાં જજ શશિકાંત રાયે કોર્ટને 20 સપ્ટેમ્બરે સંજ્ઞાન લીધી અને 24 સપ્ટેમ્બરે ગુનો નક્કી કરી દીધો

આ પણ વાંચો - ડ્રગ્સ લઇ રહેલી યુવતીનો Video વાયરલ, યુવકને કહ્યું- તારા પૈસાથી નશો કરતી નથી

7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

જે બાદ POCSO કોર્ટના વિશેષ ન્યાયાધીશ શશિકાંત રાયે તે જ તારીખે કુલ 10 સાક્ષીઓની જુબાની સાંભળી અને તે જ દિવસે આરોપી દિલીપ યાદવને દોષિત ઠેરવી આજીવન કેદ અને 50 હજાર દંડની સજા ફટકારી હતી. આ દરમિયાન કોર્ટે સરકારને પીડિતને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો - પ્રેમી સાથે રૂમમાં કઢંગી હાલતમાં હતી પત્ની, પાછળથી પતિ પહોંચી ગયો અને પછી...

દેશનો સૌથી ઝડપી ચુકાદો

પોક્સો કોર્ટના સરકારી વકીલ શ્યામલાલ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, અરરિયા પોક્સો કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તે દેશનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ચુકાદો છે. આ ચુકાદાએ મધ્ય પ્રદેશના દતિયા જિલ્લાની પોક્સો કોર્ટ દ્વારા 2018માં ત્રણ દિવસમાં આપવામાં આવેલા ચુકાદાની ઝડપને પાછળ રાખી દઇ પ્રથમ નંબર પ્રાપ્ત કરી લીધો હતો. મહત્ત્વનું છે કે, દેશભરની તમામ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ) કોર્ટો પૈકી અરરિયાની પોક્સો કોર્ટ દ્વારા અપાયેલા આ ચુકાદાને અત્યાર સુધીનો સૌથી ઝડપી ચુકાદો ગણવામાં આવે છે.
First published:

Tags: POCSO court, Rape-case, બિહાર, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો