અર્થવ્યવસ્થા પર પીએમ મોદીએ કહ્યું- ભારતે 250 વર્ષ સુધી રાજ કરનાર દેશને પાછળ રાખ્યો
રાષ્ટ્રીય શિક્ષક પુરુસ્કાર મેળવનાર શિક્ષકો સાથે સંવાદ કરતા સમયે પ્રધાનમંત્રીએ આ વાત કહી
Indian Economy - વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવામાં ભારતે ઈંગ્લેન્ડને પાછળ રાખી દીધું છે, ભારત કરતાં માત્ર 4 દેશો આગળ છે. તેમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે
નવી દિલ્હી : બ્રિટનને પછાડી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા (Indian Economy)બની ગયું છે. એક દશક પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 11માં ક્રમે હતું. જ્યારે બ્રિટન (Britain Economy)પાંચમાં નંબરે હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)સોમવારે કહ્યું કે બ્રિટનને પછાડી ભારતની દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખુશી વિશેષ છે કારણ કે દેશે તેમને પાછળ રાખ્યા છે જેણે અહીં 250 વર્ષ સુધી હુકુમત કરી છે.
રાષ્ટ્રીય શિક્ષક પુરુસ્કાર મેળવનાર શિક્ષકો સાથે સંવાદ કરતા સમયે પ્રધાનમંત્રીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ભારત પોતાના શિક્ષા તંત્રને મજબૂત કરવા માટે યોગ્ય દિશામાં જઈ રહ્યું છે. દેશની નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિની વૈશ્વિક પ્રશંસા થઇ રહી છે. ભારતનું વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે 250 વર્ષ સુધી જે આપણા પર રાજ કરીને ગયા હતા તેમને પાછળ રાખીને આપણે દુનિયાની અર્થવ્યવસ્થામાં આગળ નીકળી ગયા છીએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે છઠ્ઠાથી પાંચમાં સ્થાન પર આવવાનો જે આનંદ હોય છે તેનાથી વધારે આનંદ તેમાં થયો. છઠ્ઠાથી પાંચમાં પર આવતા તો થોડો આનંદ થાત પણ આ પાંચ વિશેષ છે કારણ કે આપણે તેમને (બ્રિટન)ને પાછળ રાખ્યા છે.
ઈંગ્લેન્ડને પછાડીને ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બન્યું
વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવામાં ભારતે ઈંગ્લેન્ડને પાછળ રાખી દીધું છે. હાલ બ્રિટનમાં જીવન વ્યાપનનો ખર્ચ વધતા ખૂબ જ પરેશાની જોવા મળી રહી છે. વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં ભારત ઈંગ્લેન્ડને પછાડીને દુનિયાની પાંચમાં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.
ભારત કરતાં માત્ર 4 દેશો આગળ છે. તેમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતના વિકાસ સાથે બ્રિટન છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. યૂએસ ડોલરના આધાર પર આ ગણના કરવામાં આવી છે. આર્થિક નિષ્ણાતોનું અનુમાન છે કે, આવનારા સમયમાં ભારત બ્રિટન અર્થવ્યવસ્થાની સરખામણીમાં તેની વૃદ્ધિને વધુ મજબૂત બનાવશે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર