ભારતીય અર્થવ્યવસ્થા એક એવી કાર જેવી છે જેના ત્રણ ટાયરમાં પંક્ચર છેઃ ચિદમ્બરમ

News18 Gujarati
Updated: June 4, 2018, 8:25 AM IST
ભારતીય અર્થવ્યવસ્થા એક એવી કાર જેવી છે જેના ત્રણ ટાયરમાં પંક્ચર છેઃ ચિદમ્બરમ

  • Share this:
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા એક એવી કાર જેવી છે કે જેના 3 ટાયરમાં પંક્ચર છે. તેને પેટ્રોલ-ડિઝલ સહિત અન્ય વસ્તુઓમાં વધતી કીંમતોને લઈને મોદી સરકારને આડે હાથ લીધી હતી.

કોંગ્રેસના મહારાષ્ટ્ર ઈકાઈ તરફથી આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા ચિદમ્બરમે કહ્યું, 'પ્રાઈવેટ ઈનવેસ્ટમેન્ટ, પ્રાઈવેટ કંઝમ્પશન, એક્સપોર્ટ અને સરકારી ખર્ચ અર્થવ્યવસ્થાના 4 ગ્રોથ એન્જીન છે. આ કોઈ કારના ટાયરોની જેમ છે. જો 1 અથવા 2 ટાયર પંક્ચર હોય તો ગાડી ધીમી પડી જાય છે. પરંતુ આપણે અહીંયા તો 3 ટાયર પંક્ચર થઈ ચૂક્યા છે,' તેમને કહ્યું કે સરકારી ખર્ચ માત્ર સ્વાસ્થ્યની દેખભાર અને કેટલીક અન્ય સુવિધાઓ માટે જ ચાલી રહ્યો છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું, 'આ ખર્ચને જાળવી રાખવા માટે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (રસોઈ ગેસ) પર ટેક્સ લગાવવાનું જાળવી રાખ્યું છે. તે ટેક્સના નામ પર લોકો પાસેથી પૈસાની વસૂલાત કરે છે અને તેમાંથી કેટલાક પૈસા જનસુવિધાઓ પર ખર્ચ કરે છે.'

ચિદમ્બરમે સવાલ કર્યો કે, શું તમે હાલમાં કોઈ વિજળી ક્ષેત્રમાં રોકાણ થતું જોયું છે? પૂર્વ નાણામંત્રીએ GST ના પાંચ સ્લેબ પર પણ મોદી સરકારની ટીકા કરી હતી.
First published: June 4, 2018, 8:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading