Home /News /national-international /

ભારત દ્વારા ફાઇઝરની રસી માટે બે વખત લેખિત અરજી, છતાં પણ કંપનીએ નથી કર્યું એપ્લાય

ભારત દ્વારા ફાઇઝરની રસી માટે બે વખત લેખિત અરજી, છતાં પણ કંપનીએ નથી કર્યું એપ્લાય

ફાઈલ તસવીર

કોરોના મહામારી સામે લડવા માટે દેશમાં રસીકરણની પ્રક્રિયા તબક્કાવાર ચાલી રહી છે. છેલ્લા સાડા પાંચ મહિનામાં દેશના 35 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

    નવી દિલ્લી:  કોરોના મહામારી સામે લડવા માટે દેશમાં રસીકરણની પ્રક્રિયા તબક્કાવાર ચાલી રહી છે. છેલ્લા સાડા પાંચ મહિનામાં દેશના 35 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આ દરમિયાન સૂત્રોએ દાવો કર્યો છે કે, કોરોના રસીના ઇમરજન્સી ઉપયોગ માટે અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝરને ભારતીય દવા નિયામકે લેખિતમાં અરજી કરી હતી.

    સમાચાર એજન્સી ANIની ના મત મુજબ ભારતીય દવા નિયામક દ્વારા ફાઇઝરને બે વખત લેખિતમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ કંપની તરફથી હજુ સુધી કોઈ આવેદન આવ્યું નથી. સમયસર ફાઇઝરની રસી અંગે નિર્ણય લેવાય જાય તેવી ભારતીય દવા નિયામકની ઈચ્છા છે.

    ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેક અને IMCR નિર્મિત કોવેક્સીન, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ અને રશિયાની સ્પુતનિક V રસી આપવામાં આવી રહી છે. DCGIએ તાજેતરમાં જ સિપ્લાને આયાત ઉપયોગ માટે મૉડર્નાની કોરોના રસીની આયાત કરવા મંજૂરી આપી હતી. તાજેતરમાં સરકારી સૂત્રોએ CNN-ન્યૂઝ19ને કહ્યું હતું કે, ભારત સરકારને આશા છે કે, આ રસીનો પહેલો જથ્થો આગામી કેટલાક દિવસોમાં દેશમાં પહોંચશે. જોકે, પ્રથમ જથ્થામાં રસીના કેટલા ડોઝ આવશે તે અંગેની માહિતી હજી ઉપલબ્ધ નથી.

    આ પણ વાંચો: JEE Main Exam Dates: 20 જુલાઇથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાશે જેઈઈ મેનની પરીક્ષા, અહીં જુઓ ડિટેલ

    35.75 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે

    આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશ વ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોનાની રસીના 35.75 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગત સોમવારે 45.82 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. 18થી 44 વર્ષની ઉંમરના 18,30,741 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 1,40,368 બીજો ડોઝ અપાયો હતો. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત કરાયા બાદ 18થી 44 વર્ષના 10,25,96,048 લોકોને પ્રથમ ડોઝ અને 29,19,735 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: આ સરકારી કંપની આપી રહી છે રૂ. 2 કરોડ જીતવાની તક, આ નંબર પર મોકલવો પડશે મેસેજ

    આરોગ્ય મંત્રાલય વધુમાં કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના 8 રાજ્યોમાં 18થી 44 વર્ષના લોકોને 50 લાખથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે. ઉપરાંત આંધ્રપ્રદેશ, અસમ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ ડોઝ 10 લાખથી વધુ લોકોને અપાઇ ચૂક્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन