કુલભૂષણ જાધવ મામલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સોમવારે ચાર દિવસ સુધી ચાલનારી સુનાવણી સમગ્ર દિવસ ચાલી, આ દરમિયાન ભારતે આજે પોતાનો પક્ષ રાખ્યો. મંગળવારે પાકિસ્તાન પોતાનો પક્ષ રાખશે. તો પુલવામા આતંકી હુમલાને લઇને બંને દેશો વચ્ચે તણાવની અસર ઇન્ટરનેશનલ કોર્ટમાં પણ જોવા મળ્યું. કોર્ટ કાર્યવાહી શરૂ થયા પહેલા વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી દીપક મિત્તલે પાકિસ્તાનના અટોર્ની જનરલ અનવર મંસૂર ખાન સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચર્ચા પહેલા બંને દેશના પ્રતિનિધિઓ આમને-સામને થયા, એ દરમિયાન અનવર મંસૂર ખાને ભારતના પ્રતિનિધિ દીપક મિત્તલ તરફ હાથ લંબાવ્યો, પરંતુ મિત્તલે હાથ ન મિલાવ્યો અને માત્ર નમસ્કાર કર્યા, આ જોઇને પાકિસ્તાનના પ્રતિનિધિ ચોંકી ગયા હતા.
ઇન્ટરનેશનલ કોર્ટમાં 20 ફેબ્રુઆરીએ બીજા રાઉન્ડમાં પાકિસ્તાન દ્વારા રાખવામાં આવેલા પક્ષ પર ભારત જવાબ આપશે. તો પાકને આ તક 21 ફેબ્રુઆરીએ મળશે, કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે, પાકની ખુફિયા એજન્સી આઇએસઆઇએ જાધવનું અપહરણ ઇરાનમાંથી કર્યું હતું.
ઉલ્લેખીય છે કે ઇન્ટરનેશન કોર્ટમાં હરીશ સાલ્વેએ કહ્યું કે પાકિસ્તાનનો વ્યવહાર અવિશ્વાસ જન્માવે છે, પાકિસ્તાને ભારતીય નાગરિકની ધરપકડ કરી આતંકવાદી અને બલૂચિસ્તાનમાં શાંતિ પેદા કરનાર ભારતીય એજન્ટ ગણાવ્યો છે. પાકિસ્તાને જાધવની ધરપકડ કરી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર