Home /News /national-international /2050 સુધીમાં 1/4 ભારતીય ડેમ તૂટવાની સ્થિતીમાં, સંયુક્ત રાષ્ટ્રના સંશોધનમાં થયો મોટો ખુલાસો
2050 સુધીમાં 1/4 ભારતીય ડેમ તૂટવાની સ્થિતીમાં, સંયુક્ત રાષ્ટ્રના સંશોધનમાં થયો મોટો ખુલાસો
ભારતીય ડેમ
આ અધ્યયનમાં જ્યાં ભારતમાં લગભગ 3700 વિશાળ ડેમોને સામેલ કર્યા હતા, તો વળી દુનિયાના 150 દેશોના 47000 ડેમોનું અધ્યયન કરવામાં આવ્યું હતું. આ અધ્યયનમાં કહેવાયું છે કે, 2050 સુધી વિવિધ દેશોના ડેમ પણ પોતાની મૂળ ક્ષમતાનો ઘણો બધો ભાગ ખોઈ દેશે, જેમાં અમેરિકા 34 ટકા, બ્રાઝિલ 23 ટકા, ચીન 20 ટકાની ક્ષમતા ખોઈ દેશે.
ડેમના નિર્માણની વિરુદ્ધ લાંબા સમયથી વિરોધ થતાં આવ્યો છે. એક સમય હતો, જ્યારે ડેમના નિર્માણ મોટા વિસ્તારના વિકાસની ચાવી મનાતી હતી. શરુઆતમાં તેના આશાવાન પરિણામો જોવા મળ્યા, પણ છેલ્લા કેટલાય દાયકાઓથી તેના દુષ્પરિણામ સામે આવવા લાગ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર યુનિવર્સિટીના ઈંસ્ટીટ્યૂટ ઓફ વોટર, એનવાયર્નમેન્ટ એન્ડ હેલ્થના નવા અધ્યયનમાં ખુલાસો થયો છે કે, 2050 સુધીમાં ભારતના ડેમ પોતાની 26 ટકા ભંડારણ ક્ષમતા ખોઈ દેશે અને દુનિયાભરમાં ડેમોની હાલત એવી થશે, જ્યારે તે પોતાની 16 ટકા ક્ષમતા પહેલાથી જ ખોઈ ચુક્યા છે.
આ અધ્યયનમાં જ્યાં ભારતમાં લગભગ 3700 વિશાળ ડેમોને સામેલ કર્યા હતા, તો વળી દુનિયાના 150 દેશોના 47000 ડેમોનું અધ્યયન કરવામાં આવ્યું હતું. આ અધ્યયનમાં કહેવાયું છે કે, 2050 સુધી વિવિધ દેશોના ડેમ પણ પોતાની મૂળ ક્ષમતાનો ઘણો બધો ભાગ ખોઈ દેશે, જેમાં અમેરિકા 34 ટકા, બ્રાઝિલ 23 ટકા, ચીન 20 ટકાની ક્ષમતા ખોઈ દેશે.
પહેલાથી ખોઈ રહ્યા છે ક્ષમતા
શોધમાં જાણવા મળ્યું છે કે, દુનિયાભરના લગભગ 50 હજાર વિશાળ ડેમમાં ફસાયેલા અવસાદે પહેલાથી જ તેમની ક્ષમતા ઘટાડી દીધી છે. જેનાથી તેમની 13થી 19 ટકા મૂળ ક્ષમતા પ્રભાવિત થઈ ચુકી છે. શોધકર્તાઓ પાછલી ભંડારણ કમીના દરને દુનિયાના 150 દેશોના મોટા ડેમ પર લાગૂ કરીને ભંડારણ ક્ષમતા અનુમાન લગાવ્યું છે.
વિકલ્પો પર વિચાર કરવાનો રહેશે
યૂએનની આઈએનડબ્લ્યૂઈએચના ડિરેક્ટર વ્લાદિમીરી સ્માખતિને જણાવ્યું છે કે, તેઓ એવું કહેવાનું પસંદ કરશે કે, આ જોતા બાંધની ક્ષમતા ઓછી થતી જાય છે, આપણે સવાલ પુછવો જોઈએ કે, તેમના વિકલ્પ શું હશે. ડેમથી ફક્ત આજૂબાજૂના વિસ્તારોને જ સિંચાઈનું પાણી નથી મળતુ, પણ તેનાથી મોટી માત્રામાં વીજળી પણ મળે છે.
વર્ષ 2050 સુધી જે દેશ સૌથી વધારે પ્રભાવિત થશે, તેમાં યૂકે, પનામ, આયરલેન્ડ, જપાન અને સેશેલ્સ મુખ્ય છે, જેમના ડેમની મૂળ ક્ષમતાના 35થી 50 ટકા ક્ષમતા ખોઈ દેશે. તો વળી બીજી તરફ ભૂટાન, કંબોડિયા, ઈથોપિયા, ગિની અને નાઈઝર સૌથી ઓછા પાંચ પ્રભાવિત દેશોમાં સામેલ છે. આ દેશોમાં સદીના મધ્ય સુધી બાંધની ક્ષમતા ફક્ત 15 ટકાથી ઓછી હશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર