હવે ભારતની આ કંપની બનાવશે Coronaની સારવારમાં કારગર દવા રેમડેસિવીર! કર્યો કરાર

હવે ભારતની આ કંપની બનાવશે Coronaની સારવારમાં કારગર દવા રેમડેસિવીર! કર્યો કરાર
પ્રતિકાત્મક તસવીર

હવે આ દવાનું ઉત્પાદન એક ભારતીય કંપની પણ કરશે. તેના માટે ગિલીડ સાયંસિસે ભારતમાં હૈદરાબાદની દવા નિર્માતા કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરી સાથે કરાર કર્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : દુનિયાભરમાં કોવિડ-19ની સારવારમાં રેમડેસિવીરને સૌથી કારગર દવા હાલ માનવામાં આવી રહી છે. આ દવાનું ઉત્પાદન અમેરિકન ફાર્માસ્યુટિકલ્સ કંપની ગિલીડ સાયંસિસ કરે છે. કંપની ભારત સહિત દુનિયાના 127 દેશોમાં આ દવાની આપૂર્તિ કરી રહી છે. હવે આ દવાનું ઉત્પાદન એક ભારતીય કંપની પણ કરશે. તેના માટે ગિલીડ સાયંસિસે ભારતમાં હૈદરાબાદની દવા નિર્માતા કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરી સાથે કરાર કર્યો છે.

  ઉત્પાદન માટે ટેક્નોલોજી ટ્રાન્સફર પણ કરશે ગિલીડ સાયંસિસ  અમેરિકા અને ભારતીય કંપનીઓ વચ્ચે થયેલા નોન-એક્ઝિક્યૂટિવ એગ્રીમેન્ટ અનુસાર, ગિલીડ સાયસિસે ડો. રેડ્ડીઝને રેમડેસિવીરને રજિસ્ટર કરાવવા માટે અને ઉત્પાદનનો અધિકાર આપ્યો છે. ભારતીય દવા નિર્માતાએ જણાવ્યું કે, ગિલીડ દવા ઉત્પાદન માટે ડો. રેડ્ડીઝની ટેક્નોલોજી પણ ટ્રાન્સફર કરશે. ડો. રેડ્ડીઝને ઉત્પાદન વધારવા માટે અને સંબંધિત દેશોમાં આ દવાનું માર્કેટિંગ માટે રેગ્યુલેટરી એપ્રુવલની જરૂરત પડશે.

  ભારતીય બજારમાં આ મહિને ઉપલબ્ધ નહીં થઈ શકે આ દવા

  કોવિડ-19ની સારવારમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનથી રેમડેસિવીરના ઉપયોગની મંજૂરી પહેલાથી જ મળી ગઈ છે. હાલમાં રેમડેસિવીર જ સૌથી કારગર કોરોના મેડિસિન માનવામાં આવી રહી છે. ઈબોલાની સારવારમાં કામ આવનારી રેમડેસિવીર પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મહોર મારી છે. ડબલ્યૂએચઓના સોલિડેરિટી ટ્રાયલમાં રેમડેસિવીર સામેલ છે. જોકે, ભારતમાં રેમડેસિવીરના ઉત્પાદન માટે મંજૂરી આપવાની કાર્યવાહી ઝડપથી કર્યા બાદ પણ આ એન્ટીવાયરલ દવા આ મહિને ભારતીય બજારમાં ઉપલબ્ધ નહીં થઈ શકે.

  દવાનો ટેસ્ટ રિપોટ સામે આવ્યા બાદ જ મળશે મંજૂરી

  સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર, હેટેરો લેબ્સ લિમિટેડ પોતાના ટેસ્ટ રિપોર્ટ્સના પરિણામ અને સ્ટેબિલિટિ ડેટા જૂનના અંતિમ અઠવાડીયામાં સોંપશે. હેટેરા લેબ્સ તે ચાર કંપનીઓમાંની એક છે, જેણે રેમડેસિવીરને જેનેરિક વર્ઝન બનાવવા અને તેની ભારતમાં સપ્લાય કરવા માટે એક લાયસન્સ કરાર કર્યો છે. ટેસ્ટ રિપોર્ટ્સના પરિણામ અને સ્ટેબિલિટી ડેટાના આધાર પર ભારતીય નિર્માતાઓને આના માર્કેટિંગ અને ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.
  Published by:kiran mehta
  First published:June 13, 2020, 17:26 pm

  टॉप स्टोरीज