ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીની આર્મી વચ્ચે સૌથી મોટું ઘર્ષણ થવાના અણસારઃ રિપોર્ટ

News18 Gujarati
Updated: May 26, 2020, 12:35 PM IST
ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીની આર્મી વચ્ચે સૌથી મોટું ઘર્ષણ થવાના અણસારઃ રિપોર્ટ
લદાખમાં LAC ખાતે 2500 ચીની સૈનિકોનો ખડકલો, ભારતે પણ વધાર્યું સંખ્યા બળ

લદાખમાં LAC ખાતે 2500 ચીની સૈનિકોનો ખડકલો, ભારતે પણ વધાર્યું સંખ્યા બળ

  • Share this:
નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે બોર્ડર પર તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ચીન આર્મી (Chinese Army) દ્વારા લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર 2,000થી 2,500 સૈનિક તૈનાત કર્યા બાદ ભારતીય સેના (Indian Army) પણ ત્યાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહી છે. મળતા રિપોર્ટ મુજબ, ભારતીય સેના આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની ઉપસ્થિતિ વધારી રહી છે, જેથી પીપલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army) અન્ય ક્ષેત્રોમાં અતિક્રમણનો પ્રયાસ ન કરે. નોંધનીય છે કે, ડોકલામ વિવાદ (Doklam Issue) બાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેનું આ સૌથી મોટું ફેસ-ઓફ હોઈ શકે છે.

ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું કે ભારત પેનગોન્ગ ત્સો અને ગલવાન વેલીમાં સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. આ બંને વિસ્તારમાં ચીને કામચલાઉ બાંધકામનું કામ શરૂ કરવાની સાથોસાથ ધીમે-ધીમે 2,000થી 2,500 સૈનિકોને ખડકી દીધા છે.

નામ ન આપવાની શરતે ભારતીય સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ચીન કરતાં આ વિસ્તારમાં ભારતીય સેનાનું સંખ્યા બળ ઘણું મજૂબત કહી શકાય તેવું છે. ભારત માટે સૌથી વધુ ચિંતાનું કારણ KM120 પોસ્ટ આસપાસના વ્યૂહાત્મક રીતે અગત્યના પોઇન્ટ્સની આસપાસ ચીની સૈનિકોની હાજરી છે.

આ પણ વાંચો, પુલવામા હુમલાનું કાવતરું કેવી રીતે ઘડાયું? થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

LACની પાસે ચીન આર્મીની હલચલ અને સંખ્યા સતત વધતી જઈ રહી છે. આર્મીને મોટાપાયે અભ્યાસ માટે તૈનાત કરી દેવામાં આવી છે. એવામાં ભારતીય સેનાએ પણ સૈનિકોને 81 અને 114 બ્રિગેડ હેઠળ આવનારા ક્ષેત્રોમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક શોર્ટ નોટિસ પર તૈનાત કર્યા છે જેથી દૌલત બેગ ઓલ્ડી અને આસપાસના વિસ્તારોમાં ચીનના દાવાનો સામનો કરી શકાય.

ગાલવાન વિસ્તારમાં ચીન આર્મીએ ટેન્ટ ઊભા કર્યા

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, ભારતીય સેનાના સૂત્રોએ કહ્યું કે ચીની સૈનિક અને ભારે વાહનો વાસ્તવિક નિયંત્રણ રેખા તરફ પૈંગોગ સૌ લેક અને ફીંગર એરિયાની પાસે લઈને આવ્યા છે. તેઓ ભારતીય ક્ષેત્રની અંદર ઘૂસી ગયા છે. ગાલવાન વિસ્તારમાં ચીની આર્મીએ ટેન્ટ ઊભા કર્યા છે. સૂત્રોનું કહેવું છે કે ભારતીય ચોકીઓના વિપરિત ક્ષેત્રમાં ચીન રોડ બનાવવાનું કામ કરી રહ્યું છે, જેને લઈને ભારતીય પક્ષ તરફથી આપત્તિ પણ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તેઓ ન માન્ય. ગાલવન ક્ષેત્રમાં ભારતીય સેના ઈન્ડિયન પેટ્રોલિંગ પોઇન્ટની પાસે એક પુલનું નિર્માણ કરી રહી છે, જેની પર ચીને આપત્તિ વ્યક્ત કરી એન ત્યાં પોતાની ઉપસ્થિતિ વધારી દીધી.

ભારતીય પોસ્ટ KM 120 પર જવાનોની સંખ્યા વધારવામાં આવી

કોઈપણ સમયે ભારતીય પોસ્ટ KM 120 પર આર્મી અને ભારત-તિબેટ સીમા પોલીસ બંનેના 250 સૈનિક તૈનાત હોય છે, કારણ કે કાફલાઓ ત્યાંથી પસાર થતા હોય છે. હવે ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે પોસ્ટ પર જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ કમાન્ડર એન વરિષ્ઠ નેતૃત્વ વહેલી તકે ગતિરોધનો ઉકેલ લાવવા માટે ચીન ની સાથે વાત કરી રહ્યા છે, પરંતુ ચીન દ્વારા દાખવવામાં આવી રહેલા આકરા વલણના કારણે તેમાં ખાસ પ્રગતિ થઈ નથી.

આ પણ વાંચો, નેપાળની પીછેહઠ! કહ્યું- ભારત સાથે સારા સંબંધ, વાતચીતથી વિવાદ ઉકેલીશું
First published: May 26, 2020, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading