ISROએ રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-2 ઑર્બિટરથી લૅન્ડર 'વિક્રમ' અલગ થયું

News18 Gujarati
Updated: September 2, 2019, 2:15 PM IST
ISROએ રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-2 ઑર્બિટરથી લૅન્ડર 'વિક્રમ' અલગ થયું
લૅન્ડર 'વિક્રમ' 7 સપ્ટેમ્બરની વહેલી પરોઢે દોઢ વાગ્યાથી અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર પહોંચશે

લૅન્ડર 'વિક્રમ' 7 સપ્ટેમ્બરની વહેલી પરોઢે દોઢ વાગ્યાથી અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર પહોંચશે

  • Share this:
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રયાન-2 (Chandrayaan-2)ને ચંદ્રની કક્ષામાં પહેલા જ સફળતાપૂર્વક પ્રવેશ કરાવી ચૂક્યું છે. ત્યારબાદ ઇસરો  ચંદ્રયાન-2ના ઑર્બિટરથી લૅન્ડર વિક્રમને અલગ કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર કરી છે. લૅન્ડર 'વિક્રમ' (Lander Vikram) સાત સપ્ટેમ્બર વહેલી પરોઢે દોઢ વાગ્યાથી અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર પહોંચશે. દેશના બીજા મૂન મિશન ચંદ્રયાન-2એ ચંદ્રની કક્ષામાં 20 ઑગસ્ટે પ્રવેશ કર્યો હતો.

ઇસરોએ જાણકારી આપી કે 1.15 વાગ્યે વિક્રમ અલગ થયું. લૅન્ડર 'વિક્રમ' 7 સપ્ટેમ્બરની વહેલી પરોઢે દોઢ વાગ્યાથી અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર પહોંચશે. દેશના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2એ ચંદ્રની કક્ષામાં 20 ઓગસ્ટે પ્રવેશ કર્યો હતો.

ઇસરો તરફથી જાહેર નિવેદન મુજબ, લૅન્ડર 'વિક્રમ'ને આજે (2 સપ્ટેમ્બર 2019) બપોર. 1.15 વાગ્યે ચંદ્રયાન-2 ઑર્બિટરથી સફળતાપૂર્વક અલગ કરી દીધું. લૅન્ડર 'વિક્રમ' હાલમાં 119 કિમી x 127 કિમીની કક્ષમાં સ્થિત છે. ચંદ્રયાન-2 ઑર્બિટર પોતાની હાલની કક્ષામાં ચંદ્રની પરિક્રમા કરતું રહેશે.

#ISRO

2 સપ્ટેમ્બરે લૅન્ડર 'વિક્રમ' ઑર્બિટરથી અલગ થયા બાદ તે 7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવના ક્ષેત્રમાં સોફ્ટ લૅન્ડિંગ કરશે. આવું કરીને ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં પહોંચનારો દુનિયાનો પહેલો દેશ બની જશે. ભારત પહેલા રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે પરંતુ તેઓ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં નથી પહોંચી શક્યા. લૅન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ તેની અંદરથી 'પ્રજ્ઞાન' નામનું રોવર (Pragyan Rover) બહાર આવશે અને પોતાના 6 પૈડા પર ચાલીને ચંદ્રની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરશે.

આ પણ વાંચો, NASAના પૂર્વ એસ્ટ્રોનોટે કર્યા ચંદ્રયાન-2ના વખાણ, કહ્યું, બધા ઉત્સુક

હજુ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં નથી પહોંચી શક્યો કોઈ દેશ

ચંદ્રયાન-2 મિશનની સફળતા ભારત માટે ગૌરવશાળી ક્ષણ હશે કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં હજુ સુધી કોઈ દેશ પહોંચી નથી શક્યો. ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ક્ષેત્રમાં ઉતરશે, જ્યાં હજુ સુધી કોઈ દેશ નથી પહોંચી શક્યો. તેનાથી ચંદ્રના વણઉકેલાયેલા રહસ્ય જાણવામાં મદદ મળશે. આ એવી નવી શોધ હશે, જેનાથી ભારત અને સમગ્ર માનવતાને લાભ મળશે. નોંધનીય છે કે, 15 જુલાઈએ રોકેટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ ચંદ્રયાન-2નું લૉન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું.

આગામી કક્ષીય પ્રક્રિયા બુધવાર બપોરે પૂરી થશે

ઇસરોએ જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લૅન્ડિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરતાં પહેલા લૅન્ડર સંબંધી બે કક્ષીય પ્રક્રિયાઓને પૂરી કરવામાં આવશે. બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN)ના એન્ટિનાની મદદથી બેંગલુરુ સ્થિત ઇસરો, ટેલીમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્કના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સથી યાનની ગતિશીલતા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઇસરોએ કહ્યું કે, આગામી કક્ષીય પ્રક્રિયા બુધવાર બપોરે 12.45 મિનિટથી 1.45 મિનિટની વચ્ચે પૂરી કરવામાં આવશે.

આ પણ વાંચો, કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ, ગાય પેદા કરવાની ફેક્ટરી શરૂ કરીશું, સમજાવી ટેક્નીક
First published: September 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading