દુબઈમાં ભારતીય બિઝનેસમેને પત્નીને જન્મદિવસે આપી 3 કરોડની ગિફ્ટ

બિઝનેસમેને તેને 22માં જન્મદિવસ પર 3 કરોડ રૂપિયાની Rolls-Royce Wraith ગિફ્ટ કરી (Credits: Shutterstock)

કોઈ લક્ઝુરીયસ કાર ગિફ્ટમાં આપી હોય તેવું પ્રથમ વખત નથી બન્યું. બંને પતિ-પત્ની કારના શોખીન છે. પાછલા વર્ષે પણ તેના પતિએ તેને Mercedes E-Class ગિફ્ટ કરી હતી

  • Share this:
ભારતીય મુળના દુબઈ સ્થિત બિઝનેસમેન (businessman)અને BCCના માલિક અમજદ સિથારાએ (Amjad Sithara)પોતાની પત્નીના જન્મ દિવસને ખાસ બનાવવા માટે કંઈક ખાસ કર્યુ હતું. પત્ની મરજાનાના (Marjaana)બર્થ ડે પર સરપ્રાઈઝ આપવા માટે આ બિઝનેસમેને તેને 22માં જન્મદિવસ પર 3 કરોડ રૂપિયાની Rolls-Royce Wraith ગિફ્ટ કરી હતી.

મરજાના પતિ અમજદની કંપનીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કરે છે. અમજદે પત્ની અને નવજાત બાળકીને લાલ રંગની Rolls-Royce Wraith ગિફ્ટ કરી છે. બે દરવાજા વાળી આ કારમાં 6.6 લિટર ટર્બો-ચાર્જ્ડ V-12 એન્જીન છે. જેનાથી માત્ર 4.4 સેકન્ડમાં 0થી 60 KMPHની સ્પીડ મેળવી પકડી લે છે. આ કપલ ગત વર્ષે 4 જૂને લગ્નના બંધનમાં બંધાયું હતું. બંનેએ પોતાના લગ્નની પહેલી એનિવર્સરી પોતાની બાળકીના જન્મ સાથે ઉજવી છે. ખલીજ ટાઈમ્સ સાથે વાતચીતમાં મરજાનાએ કહ્યું કે, 4 ઓક્ટોબરે તેમની બાળકી 1 મહિનાની થઈ ગઈ છે. આ કપલ કેરળના કુન્નુર ડિસ્ટ્રીક્ટના છે. જે હાલ દુબઈમાં એક સક્સેસફુલ બિઝનેસ કપલ છે.

ગિફ્ટમાં મળી ડ્રીમ કાર

મરજાનાએ કહ્યું કે, તેને કોઈ આઈડીયા ન હતો કે ગિફ્ટમાં તેનો પતિ તેને કાર આપવાનો છે. આ ખુબ મોટી સરપ્રાઈઝ છે. વધુમાં તેણે કહ્યું કે, અમજદ તેને અને તેમની બાળકીને શોરૂમમાં લઈ ગયો હતો. જ્યા કોઈ પાર્ટી જેવું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તે જોઈને તે ખુબ એક્સાઈટેડ થઈ ગઈ હતી અને તેને જરાય કલ્પના નહોતી કે, જન્મદિવસે તેને પોતાની ડ્રીમ કાર ગિફ્ટમાં મળશે.

આ પણ વાંચો - સુંદર દેખાવાની ઘેલછા ભારે પડી: ડિગ્રી વગરની બ્યુટીફૂલ મહિલા પ્લાસ્ટિક સર્જકે 11 મહિલાઓને કદરૂપી બનાવી દીધી

પતિ-પત્ની બન્ને છે કારના શોખીન

અમજદે પત્નીને કોઈ લક્ઝુરીયસ કાર ગિફ્ટમાં આપી હોય તેવું પ્રથમ વખત નથી બન્યું. બંને પતિ-પત્ની કારના શોખીન છે. પાછલા વર્ષે પણ તેના પતિએ તેને Mercedes E-Class ગિફ્ટ કરી હતી. અમજદ પાસે ઘણી અલગ અલગ કાર છે. જેમાં મર્સિડિઝ જી-વેગન અને ઈ-ક્લાસ, રેન્જ રોવર, બેંટલે, લેક્સસ, લેંડ ક્રુઝર, જીપ અને ડોજ જેવી ગાડીઓ સામેલ છે.

અમજદે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે પોતાની પત્ની મરજાનાને કારના શો રુમમાં સરપ્રાઈઝ આપતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગિફ્ટ બોક્સ પર અમજદે એક મેસેજ પણ લખ્યો છે, ગિફ્ટ બોક્સ પર ” Happy Birthday My Wonderful Love … Thank you for each moment you made precious … With lots of love, Amjad Sithara”
First published: