Home /News /national-international /

બ્રિટનમાં ભણવા ગયેલી દીકરી માટે ભારતીય અબજોપતિએ રાખ્યા 12 નોકર !

બ્રિટનમાં ભણવા ગયેલી દીકરી માટે ભારતીય અબજોપતિએ રાખ્યા 12 નોકર !

દીકરીના અભ્યાસ માટે પેરેન્ટ્સે આલિશાન મહેલની સાથે 12 સ્ટાફની વ્યવસ્થા કરી છે. આ 12 સ્ટાફમાં બટલર, શૅફ, મેઇડ, હાઉસકિપર, માળી અને શૉફર સામેલ છે.

દીકરીના અભ્યાસ માટે પેરેન્ટ્સે આલિશાન મહેલની સાથે 12 સ્ટાફની વ્યવસ્થા કરી છે. આ 12 સ્ટાફમાં બટલર, શૅફ, મેઇડ, હાઉસકિપર, માળી અને શૉફર સામેલ છે.

    બ્રિટન એવો દેશ છે જેને બે સદી સુધી દુનિયાના અનેક દેશોને પોતાના ગુલામ બનાવ્યા હતા. પરંતુ આજકાલ બ્રિટનમાં ભારતીય અબજોપતિની પુત્રી ખાસ ચર્ચામાં છે. આ પાછળનું કારણ છે તેની એસોઆરામની લાઇફસ્ટાઇલ. ઇંગ્લિશ ન્યૂઝ વેબસાઇટ 'ધ સન'ના રિપોર્ટ પ્રમાણે એક ભારતીય અબજોપતિની દીકરી હાલના દિવસોમાં સ્કોટલેન્ડના સેન્ટ એન્ડ્રૂઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. દીકરીના અભ્યાસ માટે પેરેન્ટ્સે આલિશાન મહેલની સાથે 12 સ્ટાફની વ્યવસ્થા કરી છે. આ 12 સ્ટાફમાં બટલર, શૅફ, મેઇડ, હાઉસકિપર, માળી અને શૉફર સામેલ છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર, 4 વર્ષના અભ્યાસ માટે પેલેસની સાથે જ ખાસ પ્રકારે પોતાના કામમાં નિષ્ણાત સ્પેશિયલ સ્ટાફની નિયુક્તિનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પરિવાર અત્યંત ધનાઢ્ય છે, તેથી માત્ર અનુભવી અને કુશળ સ્ટાફની નિયુક્તિ પર ભાર મુકવામાં આવ્યો છે. બટલરનું કામ ખાસ પ્રકારે મેન્યુ જોવાનું હશે અને ટીમ કેવી રીતે ભોજન બનાવી રહી છે, તેના પર ધ્યાન આપવાનું છે. ફૂટમેનનું કામ ભોજન સર્વ કરવું અને ટેબલની સાફ-સફાઇ છે.

    નોકરની ભરતી કરવા પેપરમાં આપી જાહેરાત

    પરિવારે નોકર માટે આપેલી જાહેરાતમાં ખુશમિજાજ, ઉર્જાથી ભરપૂર અને આત્મવિશ્વાસથી ભરેલા વ્યક્તિઓની જરૂર હોવાનું લખ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોઇ ભારતીય સ્ટુડન્ટના અભ્યાસ માટે આટલી ખર્ચાળ લાઇફસ્ટાઇલ અત્યાર સુધીનું પ્રથમ ઉદાહરણ છે. તેની સાથે જ પર્સનલ સ્ટાફ માટે જે કામની યાદી છે, તેમાં જરૂરિયાતના સમયે દરવાજો ખોલવો, બીજાં સ્ટાફની સાથે રૂટિન શિડ્યુલ બનાવવું, વોર્ડરોબ મેનેજમેન્ટ અને પર્સનલ શોપિંગ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જરૂરિયાતના સમયે હંમેશા દરવાજો ખોલવા માટે તૈયાર સ્ટાફની સેલેરી અંદાજિત 30,000 પાઉન્ડ (2 લાખ 81 હજાર રૂપિયા) પ્રતિવર્ષ છે. પરિવાર આ શાહી ખર્ચને લઇને લોકો એવું માને છે કે, તેઓ અત્યંત એલિટ ક્લાસમાંથી આવતા હોવાના કારણે તેઓ દીકરીના અભ્યાસમાં કોઇ પ્રકારની મુશ્કેલી નથી આવવા દેવા ઇચ્છતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Britain university, Indian billionaire, Palace in Britain, Servant in Britain, દીકરી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन