Home /News /national-international /

માલ્યા કેસમાં 'બંધ આંખે' જોઈ શકાય તેવું સ્પષ્ટ છે, ભારતીય બેંકોએ નિયમ તોડ્યાઃ બ્રિટિશ જજ

માલ્યા કેસમાં 'બંધ આંખે' જોઈ શકાય તેવું સ્પષ્ટ છે, ભારતીય બેંકોએ નિયમ તોડ્યાઃ બ્રિટિશ જજ

વિજય માલ્યા (ફાઇલ તસવીર)

    લિકર કિંગ તરીકે ઓળખાતા વિજય માલ્યાના પ્રત્યાર્પણની અરજી પર સુનાવણી કરી રહેલા બ્રિટિશ ન્યાયાધીશે શુક્રવારે કહ્યું કે માલ્યાની કિંગફિશર એરલાઇન્સને લોન આપવા માટે ભારતીય બેંકોએ નિયમો તોડ્યા હતા. આ વાત 'બંધ આંખે' પણ જોઈ શકાય તેવી સ્પષ્ટ છે.

    લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ એમ્મા આર્બથનોટે આખા કેસને જિગ્સો પઝલ ગણાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પુરાવા જોડીને એક તસવીર બનાવવાની હોય છે. તેમણે કહ્યું કે હવે તે તેને થોડા મહિનાઓ પહેલા કરતા વધારે સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે બેંકોએ લોન આપવા માટે પોતાના જ નિયમોને નેવે મૂક્યા હતા.

    એમ્માએ ભારતીય અધિકારીઓને આ કેસમાં સામેલ બેંક કર્મચારીઓ પર લાગેલા આરોપ સમજાવવા માટે આમંત્રિત કર્યા હતા અને કહ્યું હતું કે આ વાત માલ્યા વિરુદ્ધ 'ષડયંત્ર'ના આરોપની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે 62 વર્ષીય માલ્યા વિરુદ્ધ આ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે શું તેને ભારત પરત મોકલી શકાય તેમ છે કે નહીં. જેના કારણે ભારતની કોર્ટમાં માલ્યા વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના કેસમાં સુનાવણી થઈ થશે. તેની વિરુદ્ધ રૂ. 9000 કરોડની લોનની છેતરપિંડી તેમજ હેરાફેરીનો આરોપ છે.

    આ કેસમાં ભારત સરકારની પેરવી કરી રહેલા સ્થાનિક પ્રોસિક્યુટર ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસ(સીપીએસ)એ કોર્ટમાં જમા કરવામાં આવેલા પુરાવા પર દલીલ કરી હતી. છેલ્લી સુનાવણી દરમિયાન માલ્યાનો બચાવ કરી રહેલી વકીલ ક્લેયર મોન્ટેગોમેરીએ પુરાવાની સ્વીકૃતિ પર પ્રશ્નો ઉભા કર્યા હતા.

    આશા છે કે એમ્મા આ પુરાવાની ગ્રાહ્યતા પર નિર્ણય કરી શકે છે. સાથે જ તે પોતાના અંતિમ નિર્ણય માટે કોઈ નિશ્ચિત તારીખ પણ આપી શકે છે. જોકે, કેસની વધુ સ્પષ્ટીકરણની માંગણી કરવામાં આવતા ફેંસલો આવવામાં હજી વાર લાગી શકે છે. માલ્યા બીજી એપ્રિલથી જામીન પર બહાર છે. શુક્રવારે તેણે કોર્ટમાં હાજર રહેવું ફરજિયાત ન હતું, છતાં તે કોર્ટમાં હાજર રહ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Case, Extradition, Hearing, Vijay Mallya

    આગામી સમાચાર