ભારત-પાક સરહદે રહેતા પરિવારો માટે બંકરો બનાવાયા

સરહદી વિસ્તારોમાં બંકરો બનાવાઇ રહ્યા છે.

સરકારનાં અધિકારીઓએ જણાવ્યું કે, સ્ટીલ અને કોંન્ક્રિટનાં સ્ટ્રક્ચર બનાવવાનું કામ ગયા વર્ષનાં જૂન મહિનાથી શરૂ થયું છે.

 • Share this:
  કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર રહેતા પરિવારોની સુરક્ષા માટે બંકરો બનાવવામાં આવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા ભારત-પાકિસ્તાન સરહદ પર 14,000 બંકરો બનાવવામાં આવી રહ્યા છે. હાલ, ભારત અને પાકિસ્તાન સરહદ તણાવભરી સ્થિતિ છે અને જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે સરહદ પાસે રહેતા પરિવારોની સુરક્ષા અગત્યની બને છે.
  સરકારે આ પરિવારોને સરહદ પાસેથી સુરક્ષિત સ્થળેથી ખસેડવાને બદલે સરહદ પાસે જ બંકરો બનાવી આપવામાં આવી રહ્યા છે.

  મંગળવારે પાકિસ્તાન તરફથી ભારત પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય લશ્કરે પણ તેનો વળતો જવાબ આપ્યો હતો.

  પુંછ જિલ્લાનાં નાયબ પોલીસ કમિશ્નર રાહુલ યાદવે જણાવ્યું કે. પાકિસ્તાનનાં ગોળીબારને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ વિસ્તારમાં રહેતા લોકોએ યુદ્ધની ભયાનક સ્થિતિ જોયેલી છે.

  આ બંકરો બનવાને કારણે સરહદ પર રહેતા લોકો સુરક્ષિત રહેશે અને ત્યાંથી અન્ય સ્થળે ભાગવાનો વિચાર નહીં કરે.

  છેલ્લા ઘણા મહિનાઓથી સરહદ બંને તરફીથી વારંવાર ગોળીબાર થઇ રહ્યા છે. ભારતે પાકિસ્તાનમાં ઘૂંસીને આતંકવાદીઓને રહેઠાણો પર હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે સ્થિતિ વણસી છે. સરહદ પર રહેતા લોકો કહે છે કે, બંને દેશો વચ્ચે જ્યારે પણ તણાવ વધે છે ત્યારે તેમને અન્ય સ્થળે ભાગી જવું પડે. આવી સ્થિતિથી તેઓ કંટાળી ગયા છે. તેમના પરિવારનાં કેટલોક લોકો માર્યા પણ ગયા છે. આ સ્થળેથી સ્થળાંતર કર્યા પછી માલઢોરને પાછળ મૂકીને જવા પડે છે. તેની કિંમત વધારે હોય છે. ખેતીને નુકશાન થાય છે.

  સરહદ રહેતા પરિવારોની સુરક્ષા માટે બનાવાયા બંકરો


  તનાત્તર સિંઘ, 75. ચાચવાલ ગામનાં રહેવાસી છે. તેમણે કહ્યું કે, 2002માં સરહદ પર થયેલા ગોળીબારનાં કારણે તેમની દિકરી મૃત્યુ પામી હતી. અત્યારે પણ સ્થિતિ નાજૂક છે. ગોળીબાગ ગમે ત્યારે થઇ શકે તેમ છે.  આ ગામમાં 400 બંકરો બનાવવામાં આવી રહ્યા છે.

  સરકારનાં અધિકારીઓએ જણાવ્યું કે, સ્ટીલ અને કોંન્ક્રિટનાં સ્ટ્રક્ચર બનાવવાનું કામ ગયા વર્ષનાં જૂન મહિનાથી શરૂ થયું છે.

  એન્જિનિયરે કહ્યું કે, આ બંકર પર ગોળીબાર થાય તો પણ તે ટકી શકે તેમ છે.

  સરહદની પેલે પાર શું થાય છે ?

  સરહદની પેલે પાર પાકિસ્તાનમાં રહેતા પરિવારો ઘરોમાં રહે છે. ત્યાં બંકરો નથી. પણ પાકિસ્તાન સરકાર આ મુદ્દે વિચારી રહી છે. ભારત દ્વારા થતા ગોળીબારને કારણે ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા છે.
  મહોમંદ દીને જણાવ્યું કે, સરહદી વિસ્તારમાં રહેતા મોટા ભાગનાં લોકો સ્થળાતંર કરીને સલામત સ્થળે જતા રહ્યાં છે.

  તેણે કહ્યું કે, એવા લોકો જ સરહદી વિસ્તારમાં રહે છે જેમની પાસે મજબૂક બંકરો છે અને સલામત છે.
  Published by:Vijaysinh Parmar
  First published: