ન્યૂઝ18 ગુજરાતી: જમ્મુ-કાશ્મીરના પુંછ અને અખનુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુમં છે. સીમા અને નિયંત્રણ રેખા (LoC) પાસે પાકિસ્તાની સેનાના ગોળીબારમાં સેનાના એક જવાન શહીદ થયા છે. ત્યાં જ, અખનુર સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાનો કેમ્પ નષ્ટ કર્યો છે.
ન્યૂઝ એજન્સી ANIએ આનો એક વીડિયો શેર કર્યો છે. આમાં પાકિસ્તાની સેનાના કેમ્પને નષ્ટ થતાં જોઇ શકાય છે. વીડિયોમાં કેમ્પ પર પાકિસ્તાનનો ઝંડો લહેરાતો દેખાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે પુંછની સાથે અખનુરમાં પણ પાકિસ્તાન તરફથી ગોળીબાર કરાયો હતો. સેનાએ તેનો જવાબ આપ્યો છે.
#WATCH Indian Army video of Pakistani base destroyed in Indian firing in Akhnoor sector(J&K), Army sources say upside down Pakistan flag a signal for SOS (extreme danger/distress) pic.twitter.com/2srna7kS7P
ઉલ્લેખનીય છે કે, પુંછના શાહપુર અને કેરની વિસ્તારમાં શનિવારે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂ થયો હતો. અધિકારીઓ અનુસાર, ગોળીબાર આખી રાત ચાલ્યું. આમાં એક જવાનને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સૈન્ય હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. છેલ્લા ચાર દિવસમાં ગોળીબારમાં બે જવાન શહીદ થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર