સ્નાઈપર ઓપરેશન્સને મહત્વ આપી રહી છે સેના, પાક.થી લેશે શહાદતનો બદલો
News18 Gujarati Updated: December 25, 2018, 2:27 PM IST

પ્રતીકાત્મક તસવીર
ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરી લીધી છે
- News18 Gujarati
- Last Updated: December 25, 2018, 2:27 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: એલઓસી પર સીઝફાયરના વારંવાર ઉલ્લંઘન બાદ હવે પાકિસ્તાન સ્નાઇપર હુમલા પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાની સેનાના સ્નાઇપર હુમલામાં અત્યાર સુધી અનેક ભારતીય સૈનિકોને પોતાનો નિશાન બનાવી ચૂક્યા છે. પાકિસ્તાની સ્નાઇપર સરહદે ઊંચા સ્થાનોથી ભારતની મહત્વપૂર્ણ ચોકીઓ પર તહેનાત જવાનોને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ હવે ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.
ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, જવાબી હુમલા માટે સમય અને સ્થળ સેના જ પસંદ કરશે. સૈન્ય અધિકારીઓ મુજબ, અમે પહેલાં પણ આ પ્રકારના સ્નાઇપર હુમલાને અંજામ આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ગત શુક્રવારે પણ ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં જુમગુંડ વિસ્તારમાં સ્નાઇપર હુમલો કરી ભારતીય સેનાના બે જેસીઓ (જૂનીયર કમીશન્ડ ઓફિસર)ને શહીદ કરી દીધા હતા.
જોકે, ભારતીય સેનાના જવાબી હુમલામાં એક અડચણ છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ભારતીય સેના હજુ પણ રશિયન 7.62mm Dragunov સેમી-ઓટોમેટિક સ્નાઇપર રાઇફલથી કામ ચલાવી રહી છે. આ રાઇફલની રેન્જ આધુનિક સ્નાઇપર રાઇફલોની તુલનામાં ઓછી છે. ભારતીય સેનાની પાસે જે રશિયન સ્નાઇપર છે, તે 1960ના દશકમાં ડિઝાઇન કરવામાં આવી હતી, જેની મારક ક્ષમતા 800 મીટર છે.આ પણ વાંચો, શહજાદીની મદદ વગર પાકિસ્તાનથી જીવતો પરત ન આવતો હામિદ અંસારી!
બીજી તરફ, પાકિસ્તાન સેનાની પાસે આધુનિક અમેરિકન સ્નાઇપર રાઇફલ્સ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના દ્વારા લાંબા સમયથી 8.6mmની 5,719 રાઇફલ્સ ખરીદવાની માંગ કરવામાં આવી છે. સેના દ્વારા માંગવામાં આવેલી આ રાઇફલ્સની મારક ક્ષમતા 1200 મીટર હશે, અને તેમાં .338 લાપુઆ મેગ્નમ એમ્યૂનિશનનો ઉપયોગ થાય છે.
સારા સમાચાર એ છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ડિફેન્સ એક્વીજિશન કાઉન્સિલે અંતે સ્નાઇપર રાઇફલ્સના સોદાને મંજૂરી આપી દીધી છે. આ સોદો લગભગ 982 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે. જોકે, હજુ પણ આ સોદો શરૂઆતના ફેઝમાં છે અને આ સોદાને ફાઇનલ થવામાં હજુ પણ 3-4 વર્ષનો સમય વધુ લાગશે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે અમારા સ્નાઇપર કોર્સમાં પણ મોટા ફેરફારની જરૂર છે, જેથી પોતાીન સ્નાઇપર ક્ષમતામાં વધારો કરી શકાય. એક સૈન્ય અધિકારીએ સ્વીકાર્યું કે પાકિસ્તાની સેના આ મામલે આપણાં કરતાં થોડા આગળ છે, કારણ કે તેમની પાસે પ્રશિક્ષિત અને આધુનિક હથિયારોથી સજ્જ સ્નાઇપર છે. પાકિસ્તાની સેનાની પાસે ઘણી સારી આધુનિક સ્નાઇપર રાઇફલ્સ છે, જેમાં અમેરિકાની રેમિન્ટન મોડ્યૂલર રાઇફલ્સ પણ સામેલ છે.
ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, જવાબી હુમલા માટે સમય અને સ્થળ સેના જ પસંદ કરશે. સૈન્ય અધિકારીઓ મુજબ, અમે પહેલાં પણ આ પ્રકારના સ્નાઇપર હુમલાને અંજામ આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ગત શુક્રવારે પણ ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં જુમગુંડ વિસ્તારમાં સ્નાઇપર હુમલો કરી ભારતીય સેનાના બે જેસીઓ (જૂનીયર કમીશન્ડ ઓફિસર)ને શહીદ કરી દીધા હતા.
જોકે, ભારતીય સેનાના જવાબી હુમલામાં એક અડચણ છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ભારતીય સેના હજુ પણ રશિયન 7.62mm Dragunov સેમી-ઓટોમેટિક સ્નાઇપર રાઇફલથી કામ ચલાવી રહી છે. આ રાઇફલની રેન્જ આધુનિક સ્નાઇપર રાઇફલોની તુલનામાં ઓછી છે. ભારતીય સેનાની પાસે જે રશિયન સ્નાઇપર છે, તે 1960ના દશકમાં ડિઝાઇન કરવામાં આવી હતી, જેની મારક ક્ષમતા 800 મીટર છે.આ પણ વાંચો, શહજાદીની મદદ વગર પાકિસ્તાનથી જીવતો પરત ન આવતો હામિદ અંસારી!
બીજી તરફ, પાકિસ્તાન સેનાની પાસે આધુનિક અમેરિકન સ્નાઇપર રાઇફલ્સ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના દ્વારા લાંબા સમયથી 8.6mmની 5,719 રાઇફલ્સ ખરીદવાની માંગ કરવામાં આવી છે. સેના દ્વારા માંગવામાં આવેલી આ રાઇફલ્સની મારક ક્ષમતા 1200 મીટર હશે, અને તેમાં .338 લાપુઆ મેગ્નમ એમ્યૂનિશનનો ઉપયોગ થાય છે.
સારા સમાચાર એ છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ડિફેન્સ એક્વીજિશન કાઉન્સિલે અંતે સ્નાઇપર રાઇફલ્સના સોદાને મંજૂરી આપી દીધી છે. આ સોદો લગભગ 982 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે. જોકે, હજુ પણ આ સોદો શરૂઆતના ફેઝમાં છે અને આ સોદાને ફાઇનલ થવામાં હજુ પણ 3-4 વર્ષનો સમય વધુ લાગશે.
Loading...
Loading...