દેશની સુરક્ષા માટે બીજા પર નિર્ભર ના રહેવાય : રક્ષા મંત્રી મનોહર પારિકર

Haresh Suthar | News18
Updated: June 11, 2015, 12:46 PM IST
દેશની સુરક્ષા માટે બીજા પર નિર્ભર ના રહેવાય : રક્ષા મંત્રી મનોહર પારિકર
મ્યાનમારમાં ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશનને પગલે પાકિસ્તાન તરફથી આવી રહેલી પ્રતિક્રિયાઓ સામે બોલતાં રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું હતું કે, દેશની સુરક્ષા માટે આપણે બીજા ઉપર નિર્ભર ના રહેવાય, ભારતીય સેનાને જે ઠીક લાગશે તે કરીને જ રહેશે.

મ્યાનમારમાં ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશનને પગલે પાકિસ્તાન તરફથી આવી રહેલી પ્રતિક્રિયાઓ સામે બોલતાં રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું હતું કે, દેશની સુરક્ષા માટે આપણે બીજા ઉપર નિર્ભર ના રહેવાય, ભારતીય સેનાને જે ઠીક લાગશે તે કરીને જ રહેશે.

  • News18
  • Last Updated: June 11, 2015, 12:46 PM IST
  • Share this:
નવી દિલ્હી # મ્યાનમારમાં ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશનને પગલે પાકિસ્તાન તરફથી આવી રહેલી પ્રતિક્રિયાઓ સામે બોલતાં રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું હતું કે, દેશની સુરક્ષા માટે આપણે બીજા ઉપર નિર્ભર ના રહેવાય, ભારતીય સેનાને જે ઠીક લાગશે તે કરીને જ રહેશે.

રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું કે, મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદીઓ વિરૂધ્ધ ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશન બાદ અન્ય દેશોનો ભારત સામેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. જે ડરેલા છે એ પ્રતિક્રિયા આપી રહ્યા છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રક્ષા મંત્રીએ આમ કહ્યું હતું.

ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશનનો વિસ્તારથી ખુલાસો કરવાનું ટાળતાં તેમણે કહ્યું કહ્યું કે, દેશની સુરક્ષાના મામલે માનસિકતા બદલવાની જરૂર છે. આપણે પોતાની સુરક્ષા માટે બીજા પર આધાર રાખી ન શકીએ. પાકિસ્તાનની પ્રતિક્રિયા મામલે તેમણે કહ્યું કે, જે લોકો ભારતના બદલાયેલા વલણથી ડરેલા છે તેઓ જ આવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પાકિસ્તાન મ્યાનમાર નથી
મ્યાનમારમાં આતંકવાદીઓ સામે ભારતીય સેનાએ કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના એક અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભારતને ઇસ્લામાબાદ અંગે કોઇ ભ્રમ રાખવો ન જોઇએ કારણ કે પાકિસ્તાન એ મ્યાનમાર નથી.

કેવી રીતે થયું મ્યાનમાર ઓપરેશન4થી જુને મણિપુરમાં ભારતના 18 જવાનોની હત્યા બાદ ભારતીય સેનાએ મ્યાનમાર ઓપરેશનનો પ્લાન બનાવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની રાહબરીમાં સેનાએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં સેનાએ મ્યાનમારમાં ઘુસી 30 ઉગ્રવાદીઓને તો ઠાર કર્યા સાથોસાથ ઉગ્રવાદીઓની હથિયાર બનાવવાની ફેક્ટરીને પણ ઉડાવી હતી.
First published: June 11, 2015, 12:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading