સેનાના જવાનાઓ હિમવર્ષા વચ્ચે કર્યા ગરબા, કેન્દ્રીય મંત્રીએ શેર કર્યો Video

ભારતીય જવાન માણી રહ્યા છે ગરબાની મજા

 • Share this:
  ગુજરાતી દેશ કે દુનિયાના કોઇ પણ ખૂણે કેમ ના હોય નવરાત્રીમાં ગરબાના ગીતો વાગતા જ તેના પગ થરકવા લાગે છે. વળી ગરબા હવે દુનિયાભરમાં લોકપ્રિય થઇ ચૂક્યા છે. ત્યારે હાલ જ્યાં ગુજરાતમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે ત્યારે ભારતીય સેનાના જવાનો હિમવર્ષામાં ગરબા કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. દિવાળી પહેલા પહાડી વિસ્તારોમાં હિમવર્ષો શરૂ થઇ ગઇ છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ડૉ.જીતેન્દ્ર સિંહે તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ભારતીય સેનાના જવાનોનો ગરબા કરતો એક વીડિયો શેર કર્યો છે. અને કહ્યું છે આ વીડિયો મહાનવમી અને દશેરાને સમર્પિત છે.

  આ વીડિયોમાં ભારતીય સેનાના જવાનો હિમવર્ષા વચ્ચે ગરબાની મજા માણી રહ્યા છે. ડૉ. જીતેન્દ્ર સિંહે લખ્યું છે કે ભારતીય સેનાના જવાનો પર અમને ગર્વ છે, ઝીરો ડિગ્રી તાપમાનમાં પણ તે ગરબા કરી નવરાત્રી મનાવી રહ્યા છે. આ ભાવનાઓ જ ભારતને અજેય કરે છે. કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી"  ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં દિવાળી પહેલા જ હિમવર્ષા શરૂ થઇ છે. ત્યારે દેશની વિકટ સીમાઓ પર ફરજ બજાવતા આપણા ભારતીય સેનાના ગમે તેવી પરિસ્થિતિમાં દેશની રક્ષા કરવાની પોતાની ફરજ નથી ભૂલતા. સાથે જ તે ઉત્સવોની ઉજવણી પણ કરી જાણે છે. નવરાત્રી હોય કે દિવાળી આ પહેલા પણ અનેક વાર ફરજ બજાવવાની સાથે જ ઉત્સવોમાં સાથી સૈનિકો સાથે જવાનો હળવાશની પળો માણી રહ્યા હોય તેવા વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યા છે. ત્યારે આ વીડિયો પણ ઘર અને વતનથી દૂર સૈનિકો નવલા નોરતાની મજા માણી રહેલા નજરે પડે છે.


  આ પહેલા આનંદ મહિન્દ્રાએ પણ ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે જાણીતી ગુજરાતી ગાયક કિંજલ દવેના ફેમસ ગુજરાતી ગીત પર ગરબા કરતા નજરે પડ્યા હતા.
  Published by:Chaitali Shukla
  First published: