VIDEO: ભારે બરફવર્ષા વચ્ચે મહિલા અને નવજાતને આર્મી જવાનોએ 6 કિલોમીટર ચાલી ઘરે પહોંચાડ્યા

બરફવર્ષના કારણે રસ્તાઓ અને વાહન-વ્યવહાર બંધ થતા જવાનોએ કાશ્મીરી મહિલા અને તેના નવજાતની આવી રીતે કરી મદદ (તસવીર સાભાર- ANI)

ઈન્ડિયન આર્મીની સેવાઃ બરફવર્ષના કારણે રસ્તાઓ અને વાહન-વ્યવહાર બંધ થતા જવાનોએ કાશ્મીરી મહિલા અને તેના નવજાતની આવી રીતે કરી મદદ

  • Share this:
    શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)ના કુપવાડા જિલ્લા (Kupwara District)માં ફરી એકવાર ભારતીય સેના (Indian Army)ની મદદનો એવો વીડિયો સામે આવ્યો છે જે દરેક ભારતીયને ગર્વ (Indian Proud) અપાવનારો છે. મૂળે, જમ્મુ અને કાશ્મીરમાં હાલના દિવસોમાં ભારે બરફવર્ષા (Heavy Snowfall) થઈ રહી છે. આ બરફવર્ષની વચ્ચે ભારતીય સેના સતત લોકોની મદદ (Army Help Civilians) કરવાના કામમાં પણ લાગી ગઈ છે.

    શનિવારે ભારતીય સેના (Indian Army)ના જવાનોએ કુપવાડા જિલ્લાના લોલાબમાં એક મહિલા અને તેના નવજાત બાળકને ખભા પર ઉઠાવીને 6 કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું. આટલું લાંબું અંતર પગપાળા કાપ્યા બાદ સેનાના જવાનોએ મહિલા અને તેના બાળકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા. ન્યૂઝ એજન્સી ANIએ સેનાના જવાનોની આ મદદનો વીડિયો શૅર કર્યો છે. જુઓ VIDEO…

    વીડિયોમાં જોઈ શકાય છે કે, સતત પડી રહેલા બરફની વચ્ચે આર્મીના જવાનો મહિલા અને તેના નવજાત બાળકને ખભા પર ઉઠાવીને જઈ રહ્યા છે. કેટલાક જવાનો છત્રીથી મહિલા અને નવજાતને બરફવર્ષાથી રક્ષણ પૂરું પાડવાનું કામ પણ સાથોસાથ કરી રહ્યા છે.

    આ પણ જુઓ, હાથીનું મોત થતાં સૂંઢ પકડીને રડવા લાગ્યો ફોરેસ્ટ રેન્જર, Video જોઈ તમે પણ થઈ જશો ભાવુક

    મળતી માહિતી મુજબ, ભારતીય સેનાની 28 આરરઆરથી ફોન પર એક મદદ માંગવામાં આવી હતી. ફારૂક કસાના નિવાસી દર્દપોરા લોલાબ તરફથી સેનાના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો. તેઓએ ફોન પર જણાવ્યું હતું કે તેમની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. બાળકને જન્મ આપ્યા બાદ મહિલા ઘરે નથી જઈ શકતી, કારણ કે બરફવર્ષના કારણે રસ્તા બંધ થઈ ગયા છે. ફારૂકની આ રજૂઆત સાંભળ્યા બાદ 28 આરઆરના અધિકારીઓએ તાત્કાલિક એક ટીમને મદદ માટે મોકલી આપી. ત્યારબાદ સેનાના જવાનોએ પોતાના ખભા પર ઉઠાવીને મહિલા અને નવજાત બાળકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા.

    આ પણ વાંચો, Home Loan: સપનાનું ઘર ખરીદવું શક્ય થશે, આ બેન્કોમાં મળી રહી છે સસ્તી હોમ લોન

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ભારતીય જવાનોએ ગર્ભવતી મહિલાને પ્રસવની પીડા ઉપડતાં ઘરેથી ખભા પર ઊંચકીને હૉસ્પિટલ સુધી પહોંચાડી હતી. તે સમયે પણ ભારે બરફવર્ષા થઈ રહી હતી અને રસ્તા બંધ થઈ ગયા હોવાના કારણે તમામ વાહન-વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ત્યારબાદ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેને પરત ઘરે પહોંચાડવાની જવાબદારી પણ જવાનોએ નિભાવીને માનવતાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published: