સિયાચીન, કાશ્મીર અને કારગીલમાં દેશમાં સેવા કરી ચુકેલો જવાન લડી રહ્યો છે નાગરીકતાની લડાઈ

News18 Gujarati
Updated: February 23, 2019, 3:20 PM IST
સિયાચીન, કાશ્મીર અને કારગીલમાં દેશમાં સેવા કરી ચુકેલો જવાન લડી રહ્યો છે નાગરીકતાની લડાઈ
શાહીદુલનો ભાઈ 27 વર્ષીય મિજાનુર અલી જે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં કાર્યરત છે, 29 વર્ષીય ભાઈ દેલબોર આર્મી મેડિકલ કોર્પ્ર્સમાં છે

શાહીદુલનો ભાઈ 27 વર્ષીય મિજાનુર અલી જે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં કાર્યરત છે, 29 વર્ષીય ભાઈ દેલબોર આર્મી મેડિકલ કોર્પ્ર્સમાં છે

  • Share this:
ભારતીય સેનામાં ફરજ બજાવી ચુકેલો જવાન ઈસ્લામ હવે પોતાની નાગરીકતા સાબિત કરવાની લડાઈ લડી રહ્યો છે. અસમ સ્થિત બારપેટાનો રહેવાસી 43 વર્ષીય શાહીબુલે ઉત્તર કાશ્મીર સ્થિત બારામુલ્લામાં પોતાની સેવા આપી. વીતેલા વર્ષમાં કોલકાતા પોસ્ટિંગ પહેલા સિયાચીન ગ્લેશિયરમાં પોતાની સાવે આપી. હાલમાં તે પોતાની જાતને ભારતીય નાગરીક સાબિત કરવા માટે બારપેટા જીલ્લાની ટ્રિબ્યુનલ નંબર 11માં સુનાવણીનો સામનો કરી રહ્યો છે.

અંગ્રેજી સમાચારપત્ર ઈન્ડીયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, શાહીબુલે કહ્યું કે, હું કાશ્મીર, કારગીલ અને સિયાચીનમાં ફરજ બજાવી ચુક્યો છુ. હું મારા દેશને પ્રેમ કરૂ છું અને તેની રક્ષા માટે ઉભો છું, પરંતુ અસમમાં મારી નાગરીકતા શંકાના ઘેરામાં છે. શાહીદૂલના મામલા પર 18 માર્ચે અગામી સુનાવણી છે. તેમણે કહ્યું કે, જો હું ડ્યુટી પર રહુ તો સુનાવણીમાં હાજર ન પણ રહી શકુ.

શાહીદુલે કહ્યું કે, રાજ્ય બોર્ડર પોલીસે વર્ષ 2003માં આ મામલો નોંધ્યો હતો. રિપોર્ટ અનુસાર, શાહીદુલે કહ્યું, વિદેશી ન્યાયાધિકરણમાં રજૂ થનાર પહેલી નોટિસ ગત વર્ષ ઓક્ટોબરમાં આવી હતી. આમાં મારી માં, ભાઈ અને મને 9 નવેમ્બરે રજૂ થવા કહેવામાં આવ્યું હતું.

શાહીદુલનો ભાઈ 27 વર્ષીય મિજાનુર અલી જે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં કાર્યરત છે, 29 વર્ષીય ભાઈ દેલબોર આર્મી મેડિકલ કોર્પ્ર્સમાં છે. શાહીદુલના પિતા અબ્દુલ હમીદની નાગરીકતા પણ શંકાસ્પદ માનવામાં આવતી રહી. હમીદનું વર્ષ 2005માં મોત થઈ ગયું.

અસમના મુખ્યમત્રી સર્વાનંદ સોનોવાલને 852 લાઈટ રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ નાયરે ગત વર્ષે 20 ડિસેમ્બરે ચિટ્ઠીમાં કહ્યું કે, શાહીદુલ તેમના કમાંડમાં છે. ચિટ્ઠીમાં કહેવામાં આવ્યું હતું કે, શાહીદુલ અને તેનો ભાઈ દેલબોરની સેનામાં ભરતી પહેલા થયેલી પોલીસ તપાસમાં તેમને ભારતીય નાગરીક બતાવવામાં આવ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, બોર્ડર પોલીસના સૂત્રોએ આ આશયની પુષ્ટી કરી છે કે, શાહીદુલ ઈસ્લામ અને પરિવારના અન્ય શભ્યો વિરુદ્ધ વર્ષ 2003માં મામલો નોંધવામાં આવ્યો હતો અને તેમને ઓક્ટોબર 2018માં નોટિસ મળી હતી.
First published: February 23, 2019, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading