જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ

પ્રતીકાત્મક તસવીર

બુધવાર રાત્રે પાકિસ્તાની આર્મીએ ફાયરિંગ કરતાં જવાન થયા શહીદ, ભારત આપી રહ્યું છે જડબાતોડ જવાબ

 • Share this:
  શ્રીનગરઃ પાકિસ્તાન (Pakistan) તરફથી સરહદ પર ફાયરિંગમાં ભારતીય સેના (Indian Army)ના એક જવાન શહીદ (Soldier Martyred) થયા છે. આ ઘટના રાજૌરીના મંજાકોટ વિસ્તારમાં બની છે. રાત્રે 10:45 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં જવાન શહીદ થઈ ગયા. આ ઉપરાંત એક સ્થાનિક નાગરિક પણ પાક. ફાયરિંગમાં ઘાયલ થયો છે. નોંધનીય છે કે, નિયંત્રણ રેખા (LoC) પર છેલ્લા થોડાક સમયથી પાકિસ્તાની સેના (Pakistani Army) તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

  જવાન મોડી રાત્રે થયા શહીદ

  આર્મીના એક અધિકારીએ જણાવ્યું કે, બુધવારની રાત્રે LoC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં એક સૈનિક શહીદ થઈ ગયા. આ ફાયરિંગ મોડી રાત્રે તારકુંડી સેક્ટરમાં થયું. બોર્ડરનો આ વિસ્તાર રાજૌરી અને પૂંછ જિલ્લામાં આવે છે. ભારતીય સૈનિકો પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

  આ પણ વાંચો, મનોરંજન જગત ફરી ગમગીન, ‘શ્રીગણેશ’ ફેમ એક્ટર જાગેશ મુકાતીએ દુનિયાને કહ્યું અલવિદા

  ગત સપ્તાહે પણ એક જવાન શહીદ

  મળતી જાણકારી મુજબ, પાકિસ્તાન તરફથી છેલ્લા બે દિવસમાં થોડાક અંતરાળમાં ભારતીય પોસ્ટને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના પણ સતત જવાબ આપી રહી છે.

  આ બીજી ઘટના છે જ્યારે રાજૌરીમાં થોડાક દિવસોમાં ભારતીય સેનાના જવાન શહીદ થયા છે. આ પહેલા 5 જૂને બંને તરફથી થયેલા ફાયરિંગમાં એક ભારતીય જવાનને ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હતા.

  આ પણ વાંચો, દેશમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, 24 કલાકમાં 9,996 નવા કેસ નોંધાયા, 357 દર્દીનાં મોત
  Published by:Mrunal Bhojak
  First published: