હનીટ્રેપ: નિશા અને અંકિતા બનીને ISI ની 2 હસીનાઓએ આવી રીતે ભારતીય જવાનને ફસાવ્યો
મહિલાઓએ પોતાને મિલિટ્રી એન્જીનિયરિંગ સર્વિસ અને નર્સિંગ સર્વિસમાં બતાવીને શાંતિમોય રાણા સાથે દોસ્તી કરી હતી
Honeytrap Case: આઈએસઆઈની (ISI)મહિલા એજન્ટો રૂપિયાની લાલચ અને પેમજાળમાં ફસાવ્યા પછી ભારતીય સેના સંબંધિત ગોપનીય દસ્તાવેજોના ફોટોગ્રાફ અને યુદ્ધાભ્યાસના વીડિયો મંગાવવા લાગી હતી
જયપુર : ભારતીય સેનાનો (Indian Army) વધુ એક જવાન પાકિસ્તાની મહિલા જાસૂસની હનીટ્રેપનો (Honeytrap)શિકાર થયો છે. પાકિસ્તાન તરફથી જાસૂસી કરી રહેલા ભારતીય સૈન્યકર્મીની જયપુર ઇન્ટેલીજેન્સ યૂનિટની પોલીસે ધરપકડ કરી છે. આ સૈન્યકર્મી સોશિયલ મીડિયા દ્વારા ભારતીય સેનાની ગોપનીય જાણકારી ભેગી કરી રહ્યો હતો. પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈની (ISI)મહિલા એજન્ટો માટે જાસૂસી કરી રહ્યો હતો. ધરપકડ કરાયેલા સૈન્યકર્મીનું નામ શાંતિમોય રાણા છે. તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તે માર્ચ 2018માં ભારતીય સેનામાં ભરતી થયો હતો. આ પછી તેની પોસ્ટિંગ રાજસ્થાનમાં થઇ હતી.
જયપુર ઇન્ટેલીજેન્સ યૂનિટ પોલીસના મતે શાંતિમોય રાણા છેલ્લા કેટલાક મહિનાથી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની બે મહિલા એજન્ટોના સંપર્કમાં હતો. મહિલાઓએ પોતાને મિલિટ્રી એન્જીનિયરિંગ સર્વિસ અને નર્સિંગ સર્વિસમાં બતાવીને શાંતિમોય રાણા સાથે દોસ્તી કરી હતી. આ એન્જટોએ પોતાનું નામ ગુરનુર કૌર ઉર્ફે અંકિતા અને નિશા જણાવ્યું હતું.
ધરપકડ કરાયેલા સૈન્યકર્મીનું નામ શાંતિમોય રાણા છે. તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તે માર્ચ 2018માં ભારતીય સેનામાં ભરતી થયો હતો
તેમાંથી એક એજન્ટે પોતાને ઉત્તર પ્રદેશની રહેવાસી ગણાવી હતી અને મિલિટ્રી એન્જીનિયરિંગ સર્વિસમાં કામ કરતી હોવાનું જણાવ્યું હતું. બીજે એજન્ટે મિલિટ્રી નર્સિંગ સર્વિસમાં હોવાની વાત કહી હતી. આ રીતે બન્ને એજન્ટે સૈન્યકર્મી શાંતિમોયને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેને રૂપિયાની લાલચ અને પેમજાળમાં ફસાવ્યા પછી ભારતીય સેના સંબંધિત ગોપનીય દસ્તાવેજોના ફોટોગ્રાફ અને યુદ્ધાભ્યાસના વીડિયો મંગાવવા લાગી હતી.
ઓપરેશન સરહદના નામથી ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન
ડીજી ઇન્ટેલીજેન્સ ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે ઓપરેશન સરહદના નામથી ચલાવવામાં આવેલા અભિયાન અંતર્ગત પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે કરવામાં આવતી જાસુસી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. તેમાં સૈન્યકર્મી શાંતિમોય રાણા પાકિસ્તાની મહિલા એજન્ટોના સંપર્કમાં હોવાની જાણકારી મળી હતી. આ કારણે શાંતિમોયની 25 જુલાઇની રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પહેલા પણ ઘણી પાકિસ્તાની મહિલા જાસૂસ ભારતીય સેનાના જવાન અને કર્મચારીઓનેને પોતાની જાળમાં ફસાવીને હનીટ્રેપ કરી ચૂકી છે. આ આખું કામ સોશિયલ મીડિયા દ્વારા થાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર