Home /News /national-international /Amarnath Yatra: સેનાને સલામ, ભૂસ્ખલનથી તૂટેલા બે પુલોને સેનાએ રાતો રાત રેકોર્ડ સમયમાં ફરીથી બનાવી દીધા, જુઓ VIDEO
Amarnath Yatra: સેનાને સલામ, ભૂસ્ખલનથી તૂટેલા બે પુલોને સેનાએ રાતો રાત રેકોર્ડ સમયમાં ફરીથી બનાવી દીધા, જુઓ VIDEO
ચિનાર કોરે ઝડપથી આ પુલોને બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે હલિકોપ્ટર, ખચ્ચરોની મદદ લીધી હતી. સૈનિકોએ પણ જાતે જ સામાન ઉંચકીને કામ ઝડપી બનાવ્યું હતું (ANI)
Amarnath Yatra 2022 : મોસમ અને અંધારાનું વિધ્ન હોવા છતા રાતમાં નવો પુલ બનાવી દીધો, આ પછી તરત અમરનાથ યાત્રા શરુ થઇ ગઈ હતી
શ્રીનગર : ભૂસ્ખલનના કારણે બાલટાલ માર્ગ પર બે પુલો તણાઇ ગયા હતા. જોકે અમરનાથ યાત્રા (amarnath yatra)કોઇ મુશ્કેલી ના પડે તે રીતે ચાલુ રાખવા માટે ભારતીય સેનાએ (indian Army)ગુરુવાર અને શુક્રવારે રાત્રે કામ કરીને રેકોર્ડ સમયમાં રાતો-રાત ફરી પૂલ (Bridges)બનાવી દીધા હતા. 30 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રાની સુરક્ષા અને સુચારું સંચાલન માટે નાગરિક પ્રશાસનની સહાયતા કરી રહેલી ભારતીય સેનાની ચિનાર કોરે (indian army chinar corps)આ પુલોને રેકોર્ડ સમયમાં ફરીથી બનાવી દીધા છે.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે તાપમાનમાં અચાનક વધારો થવાથી બાલટાલ માર્ગ પર કાલીમાતા પાસે નાળામાં પૂર આવ્યું હતું. જેના કારણે ભૂસ્ખલનથી પુલ તણાઇ ગયો હતો. નાગરિક પ્રશાસને નષ્ટ થયેલા પુલને ફરી ચાલુ કરવા માટે ચિનાર કોરને કહ્યું હતું.
#WATCH J&K | Two bridges near Brarimarg on Baltal Axis damaged by landslides were restored by Chinar Corps which reconstructed the bridges overnight for the resumption of route for Amarnath Yatra pilgrims (02.07)
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 2, 2022
આ પછી ચિનાર કોરે ઝડપથી આ પુલોને બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે હલિકોપ્ટર, ખચ્ચરોની મદદ લીધી હતી. સૈનિકોએ પણ જાતે જ સામાન ઉંચકીને કામ ઝડપી બનાવ્યું હતું. એન્જીનિયર રેજિમેન્ટે મેન્યુઅલ રૂપથી પુલ માટે સંશાધનો એકઠા કર્યા હતા. આ પછી રેકોર્ડ સમયમાં ચિનાર કોરની 13 એન્જીનિયર રેજિમેન્ટે મોસમ અને અંધારાનું વિધ્ન હોવા છતા રાતમાં નવો પુલ બનાવી દીધો હતો. આ પછી તરત અમરનાથ યાત્રા શરુ થઇ ગઈ હતી.
બે આતંકવાદી ઝડપાયા, ભારે માત્રામાં ગોળા બારુદ મળી આવ્યા
જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના તુકસાન ગામના લોકોએ લશ્કરના 2 આતંકીઓેને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 2 AK-47 રાઇફલ, 7 ગ્રેનેડ અને એક પિસ્તોલ મળી આવી છે. ડીજીપીએ ગામના લોકોને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આતંકીઓની ઓળખ ફૈઝલ અહમદ ડાર અને તાલિબ હુસૈનના રૂપમાં થઇ છે. ફૈઝલ અહમદ લશ્કર-એ-તૈયબાનો એ શ્રેણીનો આતંકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર