સિઝફાયર ઉલ્લંઘન ઉપર ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 11 પાકિસ્તાની જવાનોને ઠાર માર્યા, લોન્ચ પેડ કર્યો તબાહ

ભારતીય સેનાની કાર્યવાહીની તસવીર

ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડે છે. 7-8 સૈનિકોના મોત થયા છે. જ્યારે 11-12 સૈનિકો ઘાયલ તયા હતા. પાકિસ્તાની સેનાના બંકર, ઈંધન ડપ અને લોન્ચ પેડને પણ તબાહ કરવામાં આવ્યા છે.

 • Share this:
  શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) અનેક સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાન સેના (Pakistani Army) દ્વારા સિઝફાયર ઉલ્લંઘન (Ceasefire violation) કર્યું હતું. જેના પગલે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. સેનાના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સીમાવર્તી ક્ષેત્રમાં સિઝફાયરનું ઉલ્લંઘન ઉપર કાર્યવાહી કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનના 11 જવાનોને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા પાકિસ્તાની સેનાના સૈનિકોની યાદીમાં 2-3 પાકિસ્તાની સેનાના વિશેષ સેવા સમૂહના કમાન્ડો પણ સામેલ હતા.

  ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન વેઠવું પડે છે. 7-8 સૈનિકોના મોત થયા છે. જ્યારે 11-12 સૈનિકો ઘાયલ તયા હતા. પાકિસ્તાની સેનાના બંકર, ઈંધન ડપ અને લોન્ચ પેડને પણ તબાહ કરવામાં આવ્યા છે.

  પાકિસ્તાન (Pakistan) સૈનિકોએ શુક્રવારે જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના કમલકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર સંધર્ષ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. અને સીઝફાયર કરતા 3 નાગરિકોની મોત થઇ છે. સાથે જ ભારતીય સેનાના 2 જવાન પણ શહીદ થયા છે. અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા મોર્ટાર નાખવામાં આવી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-Diwaliની સાફાઈ કરતા સમયે મહિલાએ ત્રણ લાખના સોનાના દાગીના ભરેલુ પર્સ કચરા ગાડીમાં નાખ્યું, કચરાના પહાડમાંથી કેવી રીતે મળ્યું પાછું?

  અને અન્ય હથિયારોથી પણ ગોળીબારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ કારણે એક સામાન્ય નાગરિક મોત થઇ છે તથા બે જવાનો પણ શહીદ થયા છે. અધિકારીએ કહ્યું કે ઉરીના કમલકોટ સેક્ટર સિવાય અન્ય બે સ્થાનો પર સંધર્ષ વિામના ઉલ્લંઘનની સૂચના મળી છે. આ સ્થાનો પર બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં ઇઝમર્ગ અને કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સીઝફાયરની ઘટના બની છે.

  આ પણ વાંચોઃ-OMG! ખેતરમાં 200kgની તિજોરીને છોડીને ભાગ્યા ચોર, તિજોરી ખોલી તો ફાટી ગઈ લોકોની આંખો

  એક રક્ષા પ્રવક્તાએ કહ્યું કે સેનાએ ધૂસણખોરીના આ પ્રયાસને ફેલ કર્યો છે. કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે સંધર્ષ વિરામનું ઉલ્લંધન કરી ધૂસણખોરી માટે મદદ કરવામાં આવી રહી હતી. શ્રીનગર સ્થિત રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે અગ્રીમ ચોકી પર આજે અમારા સૈનિકોએ સંદિગ્ધ ગતિવિધિઓ જોઇ. સર્તક સૈનિકોએ સંદિગ્ધ ધૂસણખોરીના પ્રયાસોને નાકામ કરી.

  આ પણ વાંચોઃ-દાહોદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, બર્થડેના દિવસે જ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ

  તેમણે કહ્યું કે ધૂસણખોરીના પ્રયાસોની સાથે જ પાકિસ્તાનમાં કોઇ પણ પ્રકારના ઉશ્કેરણીની ન કરવા છતાં સંધર્ષ વિરામનું ઉલ્લંધન કરવામાં આવ્યું હતું. કર્નલ કાલિયાએ કહ્યું કે તેમણે મોર્ટાર અને અન્ય હથિયારોથી ગોળીબારી કરી. જેનો ઉચિત જવાબ આપવામાં આવ્યો છે. એક સપ્તાહની અંદર ધૂસણખોરીની આ બીજો પ્રયાસ છે. આ પહેલા 7-8 નવેમ્બરે મધ્યરાત્રી માછિલ સેક્ટરમાં ધૂસણખોરીનો અસફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ આતંકીને મારવામાં આવ્યા હતા.  આ અભિયાનમાં સેનાના એક કેપ્ટન અને બીએસએફના એક જવાન સહિત ત્રણ સૈનિક શહીદ થયા હતા. પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સેના પાકિસ્તાન દ્વારા જમ્મપ કાશ્મીરમાં આતંકવાદી ધૂસણખોરી કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ કરવા માટે પૂરી રીતે તૈયાર છે. નોંધનીય છે કે દિવાળી જેવા મોટા તહેવારોના સમયમાં પાકિસ્તાન દ્વારા આ પ્રકારની ઘટનાને આ પહેલા પણ અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવતો રહ્યો છે. જો કે સતર્ક ભારતીય જવાનો તેમના આ નાપાક પ્રયાસોને સફળ નથી થવા દેતા.
  Published by:ankit patel
  First published: