Video: ભારતીય સેનાએ પાકિસ્તાની 'BAT'ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી

વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની બૅટ કેવી રીતે હાજીપુર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે

News18 Gujarati
Updated: September 18, 2019, 10:11 AM IST
Video: ભારતીય સેનાએ પાકિસ્તાની 'BAT'ની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી
વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની બૅટ કેવી રીતે હાજીપુર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે
News18 Gujarati
Updated: September 18, 2019, 10:11 AM IST
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં ઘૂસણખોરીનો પ્રયાસો કરનારું પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર દુનિયા સામે ખુલ્લું પડી ગયું છે. ભારતીય સેના (Indian Army)એ ફરી એકવાર પાકિસ્તાન બૅટ (Pakistani Border Action Team)ની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. સેનાએ તેનો એક વીડિયો (VIDEO) પણ જાહેર કર્યો છે.

ભારતીય સેના દ્વારા જાહેર નિવેદન મુજબ, આ વીડિયો 12-13 સપ્ટેમ્બર દરમિયાનની રાતનો છે, જેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની બૅટ (BAT) કેવી રીતે હાજીપુર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, ભારતીય સેનાએ પાકિસ્તાનના ખરાબ ઈરાદાને સફળ ન થવા દીધો અને પાકિસતાની બૅટને પરત જવું પડ્યું. ઉલ્લેખનીય છે કે, ઑગસ્ટમાં નિયંત્રણ રેખા (Line of Control) પર પાકિસ્તાન તરફથી 15 વાર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Chandrayaan-2: ઇસરોએ કહ્યુ, Thank You, ભારતીયોના સપનાને સાકાર કરતા રહીશું
Loading...

ઇન્ટેલિજન્સ જાણકારી મુજબ, સરહદ પારથી ઉત્તર કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારો તથા જમ્મુ ક્ષેત્રના પુંછ અને રાજૌરી વિસ્તારોમાં ઘૂસણખોરીમાં વધારો નોંધાયો છે. જોકે, સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી વિશે સેના તરફથી સત્તાવાર રીતે કોઈ જાણકારી નથી આપવામાં આવી. નિયંત્રણ રેખાથી ઘૂસણખોરીના સફળ અને નિષ્ફળ પ્રયાસો વિશે જાણવા માટે હાલમાં મળેલી એક બેઠકમાં સેનાના પ્રતિનિધિને કાશ્મીર ક્ષેત્રના ગુરેજ, માછિલ અને ગુલમર્ગ સેક્ટરોના ઊંચાઈવાળા વિસ્તારો તથા જમ્મુ ક્ષેત્રના પુંછ અને રાજૌરી વિસ્તારોમાં આતંકવાદી ઘૂસણખોરીના સંબંધમાં વિવિધ એજન્સીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવા સોંપવામાં આવ્યા.

જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિદેશક દિલબાગ સિંહે જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના અનેક પ્રયાસ થયા, જેમાંથી મોટાભાગના નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે, તેઓએ એવી શક્યતાથી ઇન્કાર કરી દીધો કે શક્ય છે કે કેટલાક આતંકવાદી ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હશે. તેઓએ કહ્યું કે, આવા આતંકવાદીઓને પકડવા માટે કાશ્મીરમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, ગુલમર્ગના ઊંચાઈવાળા ક્ષેત્રોને 1990ના દશકમાં મધ્ય કાશ્મીરમાં ઘૂસણખોરી માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

આ પણ વાંચો, સાવરકર જો PM બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોત : ઉદ્ધવ ઠાકરે
First published: September 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...