નવી દિલ્હી : પૂર્વની પરિસ્થિતિમાં એક પ્રમુખ ફેરફાર કરતા ભારતીય સેના(Indian Army) ત્રણ વર્ષ માટે 'ટૂર ઓફ ડ્યૂટી' માટે સામાન્ય નાગરીકોને પોતાની સંસ્થામાં સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
ભારતીય સેનાના સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે, એક પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે, જે હેઠળ સામાન્ય નાગરીકોને રાષ્ટ્રની સેવા કરવા માટે ત્રણ વર્ષની ટૂર ડ્યુટીની મંજૂરી આપવામાં આવશે. પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા સેનાના પ્રવક્તાએ આની પુષ્ટી કરી છે. આ પ્રસ્તાવ દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિભાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભારતીય સેનાના પ્રયાસનો ભાગ છે. વર્તમાનમાં, જે સૌથી નાનો કાર્યકાળ છે, તે શોર્ટ સર્વિસ કમીશન હેઠળ 10 વર્ષનો છે.
લઘુ સેવા આયોગને પાંચ વર્ષ ન્યૂનત્તમથી વધારી 10 વર્ષ કરવામાં આવી હતી
સૂત્રોએ કહ્યું કે, યુવાનો માટે આને વધુ આકર્ષિત બનાવવા માટે સેનાના શિર્ષ અધિકારીઓ દ્વારા લઘુ સેવા આયોગની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.
ભારતીય સેના છેલ્લા કેટલાક વર્ષથી અધિકારીઓની અછતનો સામનો કરી રહી છે, અને ટુંક સમયમાં તે દૂર કરવા માંગે છે. લઘુ સેવા આયોગને પહેલા પાંચ વર્ષની ન્યૂનત્તમ સેવા સાથે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ પછી ને વધુ આકર્ષિત બનાવવા માટે તેને 10 વર્ષ સુધી વધારી દેવામાં આવ્યું હતું.
અર્ધસૈનિક દળોની કેન્ટીનમાં મળશે હવે માત્ર લોકલ સામાન
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વદેશી સામાન પર જોર આપવાની અપીલ બાદ ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા તમામ કેન્દ્રીય સશસ્ત્ર દળની કેન્ટીનો અને સ્ટોરો પર હવે સ્વદેશી ઉત્પાદન વસ્તુનું જ વેચાણ કરવાનો આદેશ કર્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 10 લાખ જવાનોના પરિવારના 50 લાક સભ્યો આ કેન્ટીનનો ઉપયોગ કરે છે.