Home /News /national-international /Honeytrap: પાકિસ્તાનની સુંદર એન્જટના પ્રેમજાળમાં ફસાયો ભારતીય સેનાનો જવાન, આવી રીતે પાડ્યો ખેલ

Honeytrap: પાકિસ્તાનની સુંદર એન્જટના પ્રેમજાળમાં ફસાયો ભારતીય સેનાનો જવાન, આવી રીતે પાડ્યો ખેલ

પાકિસ્તાની ISI એજન્સીની એક મહિલા એજન્ટે લગભગ 6-7 મહિના પહેલા પ્રદીપ કુમારના મોબાઈલ ફોન પર કોલ કર્યો હતો

indian Army man Caught in honeytrap - પાક હસીનાના એજન્ટે પ્રદીપને પ્રેમ જાળમાં ફસાવા માટે તેને કેટલાક ગંદા અને ખોટા ફોટા અને વીડિયો બતાવ્યા હતા

જયપુર : પાકિસ્તાની એજન્સી ISIની (ISI) સુંદર અભિનેત્રીના પ્રેમ-જાળમાં ફસાયા બાદ તેના માટે જાસૂસી (Honeytrap) કરવાના કેસમાં પોલીસના હાથે ઝડપાયેલા ભારતીય સેનાના જવાન પ્રદીપ કુમારને (Indian Army Soldier Pradeep Kumar) રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને બે દિવસના રિમાન્ડ પર ઈન્ટેલિજન્સ જયપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. હવે બાતમીદાર પોલીસ રિમાન્ડ દરમિયાન તેની ઉંડાણપૂર્વક પૂછપરછ કર્યા બાદ 24મી મેના રોજ ફરી પ્રદીપને કોર્ટમાં રજૂ કરશે. ધરપકડ કરાયેલો જવાન પ્રદીપ કુમાર મૂળ ઉત્તરાખંડના રૂરકીનો છે.

પ્રદીપ કુમારની અત્યાર સુધીની સઘન પૂછપરછ બાદ જાણવા મળ્યું છે કે પાકિસ્તાની ISI એજન્સીની એક મહિલા એજન્ટે લગભગ 6-7 મહિના પહેલા પ્રદીપ કુમારના મોબાઈલ ફોન પર કોલ કર્યો હતો. પાકિસ્તાની મહિલા એજન્ટે પોતાને મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી ગણાવી હતી. આ સાથે તેણે કહ્યું કે તે બેંગ્લોરમાં મિલિટરી નર્સિંગ સર્વિસ કરે છે. આ પછી બંનેએ સોશિયલ મીડિયા પર ચેટ અને વીડિયો કોલ પર વાત કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો - Viral Video: ભાજપના મહિલા ધારાસભ્યએ ગરીબ મહિલા પાસે ધોવડાવ્યા પગ, લોકોમાં રોષ

આ રીતે જવાનને ફસાવ્યો પ્રેમજાળમાં

પાક હસીનાના એજન્ટે પ્રદીપને પ્રેમ જાળમાં ફસાવા માટે તેને કેટલાક ગંદા અને ખોટા ફોટા અને વીડિયો બતાવ્યા હતા. પ્રદીપને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ પાક એજન્સીની મહિલા જાસૂસને તેની પાસેથી વ્યૂહાત્મક મહત્વની ગુપ્ત માહિતી મેળવવાનું શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં, પાક. મહિલા એજન્ટે પ્રદીપ કુમાર સાથે દિલ્હી આવવાની વાત કરી હતી. મહિલા એજન્ટ સાથે પ્રેમસંબંધ ધરાવતા પ્રદીપ કુમારે તેના કામમાં ઉપયોગમાં લેવાતા સીમનો મોબાઈલ નંબર અને વોટ્સએપનો ઓટીપી પણ શેર કર્યો હતો. આની પાછળ પાકિસ્તાની મહિલા એજન્ટનો હેતુ એ હતો કે તે આ નંબરો વડે બોર્ડર કે અન્ય સેનાના જવાનોને ફસાવી શકે અને તેમનો શિકાર બનાવી શકે અને વ્યૂહાત્મક મહત્વની મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે.

શનિવારે કરાઇ હતી પ્રદીપ કુમારની ધરપકડ

ઉલ્લેખનીય છે કે પ્રદીપ કુમાર 3 વર્ષ પહેલા ભારતીય સેનામાં ભરતી થયા હતા. તાલીમ લીધા પછી તે જોધપુરમાં આર્મીની સંવેદનશીલ રેજિમેન્ટમાં ગનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. થોડા સમય પહેલા શંકાસ્પદ ઈનપુટ્સ પછી જયપુર CID ઈન્ટેલિજન્સની સૂચના પર 18 મેના રોજ સંયુક્ત તપાસ માટે તેને જોધપુરથી જયપુર લાવવામાં આવ્યો હતો. ત્યાં શનિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
First published:

Tags: Army officer, HoneyTrap

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો