Home /News /national-international /ભારતીય સેનાએ WhatsApp જેવી સિક્યોર ચેટ એપ કરી લોન્ચ, જાણો શું હશે ખાસ ફીચર્સ?

ભારતીય સેનાએ WhatsApp જેવી સિક્યોર ચેટ એપ કરી લોન્ચ, જાણો શું હશે ખાસ ફીચર્સ?

સેનાની આ એપ એક વેબ આધારિત એપ્લિકેશન છે (ફાઇલ ફોટા)

Indian Army Messaging App: હાલમાં ભારતીય સેના જ્યાં શક્ય હોય ત્યાં તેના પ્લેટફોર્મને ડિજિટલ અને પેપરલેસ બનાવવામાં લાગી છે

નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army)એ પોતાની સ્વદેશી મેસેજિંગ ચેટ એપ્લિકેશન લોન્ચ (digital india) કરી છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના આત્મનિર્ભર ભારત અભિયાન વિઝનને એક ડગલું આગળ લઈ ગયું છે. ભારતીય સેનાએ આ ઇન-હાઉસ મેસેજિંગ એપ્લિકેશનનું નામ આર્મી સિક્યોર ઈંજીનિયસ મેસેજિંગ એપ્લિકેશન (ASIGMA) રાખ્યું છે. આ આર્મી એપ વેબ આધારિત એપ્લિકેશન છે.

આર્મી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પર પોસ્ટ કરવામાં આવેલી માહિતી મુજબ આર્મી વાઇડ એરિયા નેટવર્ક (AWAN) મેસેજિંગ એપ્લિકેશનને હવે સેનાના આંતરિક નેટવર્ક પર આધારિત એપ્લિકેશન દ્વારા બદલવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન મુખ્ય એપ્લિકેશન સ્ટોર પર ઉપલબ્ધ નહીં હોય. એસિગ્મા એપ્લિકેશન સેનાની માલિકીના હાર્ડવેર પર મૂકવામાં આવી છે અને સમયાંતરે તેને અપગ્રેડ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: મનોજ અગ્રવાલે Omicronની સામે તંત્રની તૈયારીઓ અંગે કરી વાત

અધિકારીઓના જણાવ્યા અનુસાર, એપ્લિકેશનનો મુખ્ય હેતુ સૈન્યની આવશ્યક વસ્તુઓ અને લશ્કરી ગોપનીય બાબતોનું રક્ષણ કરવાનો છે. બાહ્ય સર્વરથી અલગ હોવાને કારણે, તે વોટ્સએપ અને સિગ્નલ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનો કરતા વઘુ સલામત છે.

આ પણ વાંચો: આજે PM યોજશે Corona ની સ્થિતિની સમીક્ષા બેઠક

પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એસિગ્માનો ઇન્ટરફેસ ઘણો સરળ હશે અને ભવિષ્યની ઉપયોગી જરૂરિયાતોને પૂર્ણ કરશે. અત્યંત સુરક્ષિત એપ્લિકેશનમાં ગ્રુપ ચેટ, વીડિયો કોલિંગ, વોઇસ નોટ્સ, ફોટો મોકલવાની સુવિધાઓ જેવી સંખ્યાબંધ જ્યુરી સુવિધાઓ શામેલ છે. પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે સૈન્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો: Omicronના આફત વચ્ચે ગુજરાતમાં નવા corona કેસોએ સદી ફટકારી, અમદાવાદમાં ફિફ્ટી નજીક

આ નવી મેસેજિંગ એપ્લિકેશન સેનાની વાસ્તવિક સમયની ડેટા ટ્રાન્સફર અને મેસેજિંગની જરૂરિયાતોને પૂર્ણ કરશે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય સેના જ્યાં શક્ય હોય ત્યાં તેના પ્લેટફોર્મને ડિજિટલ અને પેપરલેસ બનાવવામાં લાગી છે. એસિગ્મા સેનાના આ પ્રયાસોને વધુ વેગ આપશે.
First published:

Tags: Digital, Online application, Whatsapp, દેશ વિદેશ, ભારતીય સેના Indian Army