જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ હુમલા બાદથી સુરક્ષાદળોએ ઘાટીમાંથી આતંકીઓનો સફાયો કર્યો છે. અત્યારસુધીમાં 125 આતંકીઓને ઠાર કર્યા છે. મેના અંત સુધીમાં આવેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ફેબ્રુઆરી બાદથી સુરક્ષાદળોએ ઓપરેશન ઓલ આઉટમાં ઝડપ રાખી અંદાજે 101 આતંકીઓને ઠાર માર્યા છે.
14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલાને થોડા જ દિવસમાં સુરક્ષાદળોએ બદલો લઇ લીધો, જેમાં જૈશનો સ્થાનિક કમાન્ડર ગાઝી રાશિદ ઉર્ફ કામરાનને ઠાર માર્યો. કામરાને જ પુલવામા હુમલાની સંપૂર્ણ ષડયંત્ર ઘડ્યું અને હુમલાને અંજામ આપવામાં મુખ્ય ભુમિકા નિભાવી હતી.
ત્યારબાદ 27 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસી જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી, આ સ્ટ્રાઇકથી જૈશના ઠેકાણાને તહેસ નહેસ કરી અંદાજે 200થી 300 આતંકી માર્યા હોવાનું બહાર આવ્યું છે.
આ ઘટનાને એક મહિનામાં સેનાએ જૈશ એ મોહમ્મદના જિલ્લા કમાન્ડર મુદસ્સિર ખાનને માર્ચમાં ઠાર કર્યો. મુદસ્સિરે જ પુલવામા હુમલાને અંજામ આપનારા આતંકીઓની મદદ કરી હતી અને નક્કી કરેલા પ્લાન લાગુ કરવામાં મદદ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર