ખૂન કા બદલા ખૂનઃ સેનાએ એક જવાનનાં મોત પર 7 પાક. જવાનને કર્યા ઠાર

News18 Gujarati
Updated: January 15, 2018, 3:20 PM IST
ખૂન કા બદલા ખૂનઃ સેનાએ એક જવાનનાં મોત પર 7 પાક. જવાનને કર્યા ઠાર
પ્રતિકાત્મક તસવીર

સૈનિકની શહીદી પર સૈનાએ વળતી કાર્યવાહી કરતા પાકિસ્તાનના સાત જવાનોને ઠાર કર્યા હતા.

  • Share this:
ભારતીય સૈન્યએ પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતા પાડોશી દેશના સાત સૈનિકોને ઠાર કર્યા છે. સૈન્યએ પાકિસ્તાનની ચાર પોસ્ટ પણ તોડી પાડી છે.

આ પહેલા ભારતીય સૈન્યએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરના દુલંજામાં સોમવારે ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા છ જેટલા આતંકીઓને ઠાર કર્યા હતા. આ તમામ આતંકીઓના સંબંધ, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શનિવારે પાકિસ્તાન તરફથી ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો. સૈનિકની શહીદી પર સૈનાએ વળતી કાર્યવાહી કરતા પાકિસ્તાનના સાત જવાનોને ઠાર કર્યા હતા.

ભારતીય સૈન્યએ આ કાર્યવાહીની જાણકારી આપતા કહ્યું હતું કે, પૂંછના મેંઢર સેક્ટરના કોટલી મીરપુરમાં આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે ભારતે પાકિસ્તાનની ચાર પોસ્ટ પર તોડી પાડી છે.

પાકિસ્તાનની આર્મી તરફથી તેમના ચાર સૈનિકોએ જીવ ગુમાવ્યો હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પાકિસ્તાન ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના સૈનિકો લાઇન્સ કોમ્યુનિકેશન્સનું કામ કરી રહ્યા હતા, ત્યારે ભારત તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં તેમના જવાનો શહીદ થયા હતા.
Published by: Vinod Zankhaliya
First published: January 15, 2018, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading