જમ્મુ કાશ્મીર : LoC પર ભારતીય સેનાએ 2 પાકિસ્તાની રેન્જર્સને ઠાર કર્યા

પ્રતિકાત્મક તસવીર

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે બુધવારે કહ્યું હતું કે નિયંત્રણ રેખા પર હાલત ગમે તે સમયે ખરાબ થઈ શકે છે

 • Share this:
  જમ્મુ : જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ના અખનુર સેક્ટર (Akhnoor Sector)માં નિયંત્રણ રેખા (Line of Control)પર ભારતીય થલ સેના(Indian Army)ની જવાબી કાર્યવાહીમાં શનિવારે પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા છે. આ જાણકારી રક્ષા સૂત્રોએ આપી છે. રક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના સૈનિકોએ પલ્લનવલ્લા અને અખનુરમાં અગ્રીમ ચોકીઓ પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જેનો પ્રભાવી રીતથી જવાબ આપ્યો હતો.

  સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે ભારતીય આર્મીએ એલઓસી પાસે બે શવ પડેલા જોયા હતા. જોકે સરહદ પર તનાવપૂર્ણ સ્થિતિ હોવાના કારણે તેની ભૌતિક સત્યાપન થઈ શક્યું નથી. તેમણે કહ્યું હતું કે સરહદ પારથી ગોળીબારી હજુ પણ યથાવત્ છે.

  આ પણ વાંચો - બીજેપીના સાંસદ ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી

  સેના પ્રમુખે કહ્યું હતું બગડી શકે છે પરિસ્થિતિ
  આ પહેલા સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે બુધવારે કહ્યું હતું કે નિયંત્રણ રેખા પર હાલત ગમે તે સમયે ખરાબ થઈ શકે છે અને સેના કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

  ઘાટીની સ્થિતિમાં નિયંત્રણ મેળવી લીધું
  સુરક્ષા બળોના આકલન પ્રમાણે સુરક્ષા બળોએ ઘાટીમાં ઘણી હદ સુધી સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે. જોકે હજુ પણ સાવધાન રહેવાની જરુર છે જેથી માહોલ ખરાબ ના થાય. સૂત્રોએ જણાવ્યું છે કે કાશ્મીરમાં સ્થિતિ ઉપર બારીકથી નજર રાખવામાં આવી રહી છે અને વાસ્તવિક આકલનના આધારે એક-એક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: