ગુજરાત સહિત ચાર રાજ્યમાં એર ડિફેન્સ યુનિટ કરાશે તહેનાત

 • Share this:
  ખુફિયા એજન્સીના ઇનપુર અને સેનાના ઇન્ટરનલ રિવ્યુ બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન તરફની સરહદ પર એર ડિફેન્સ યુનિટ્સને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્મય પાકિસ્તાન તરફથી થતા હવાઇ હુમલાને નજર રાખી લેવામાં આવ્યો છે. સેનાએ આ ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનના દરેક હવાઇ હુમલાને નિષ્ફળ કરવામાં સક્ષમ છે.

  ભારતીય આર્મીના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે પાકિસ્તાની બોર્ડરની ઘેરાબંદી કરવા અનેક સૈન્ય ટુકડી અને એક ડિફેન્સ યુનિટને તહેનાત કરવામાં આવશે. જાણકારી પ્રમાણે આ ડિફેન્સ સિસ્ટમને બોર્ડરની નજીક લઇ જવાથી દુશ્મન તરફથી થતા કોઇપણ હવાઇ હુમલાને રોકી શકાશે.

  આ ડિફેન્સ સિસ્ટમ જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન નજીક પાકિસ્તાન બોર્ડર પર તહેનાત કરવામાં આવશે. તેનાથી સિસ્ટમની પાસે આ સરહદ પર દુશ્મન તરફથી થતા હવાઇ હુમલાને રોકવાની ક્ષમતા છે અને પગપાળા સેના માટે સુરક્ષા ચક્ર તરીકે કામ કરશે.
  Published by:Sanjay Vaghela
  First published: