ઈન્ડિયન આર્મીમાં 'ગે'ને સામેલ થવાની મંજૂરી ન આપી શકીએ: આર્મી ચીફ

ઈન્ડિયન આર્મીમાં 'ગે'ને સામેલ થવાની મંજૂરી ન આપી શકીએ: આર્મી ચીફ
આર્મી ચીફ બિપિન રાવત (ફાઇલ ફોટો)

રાવતે કહ્યું કે, આર્મીએ ચીન અને પાકિસ્તાનની સરહદો પર સારી રીતે સ્થિતિને સંભાળી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: આર્મી ચીફ બિપિન રાવત દ્વારા એક એવું નિવેદન કરવામાં આવ્યું છે જેની પર વિવાદ ઊભો થઈ શકે છે. ગુરુવારે તેમણે કહ્યું કે, આર્મીની માનસિક્તા ઘણી રૂઢિચુસ્ત છે તેથી 'ગે' સમુદાયના લોકોને વધુ વ્યભિચારની મંજૂરી ન આપી શકાય.

  આ ઉપરાંત રાવતે કહ્યું કે, આર્મીએ ચીન અને પાકિસ્તાનની સરહદો પર સારી રીતે સ્થિતિને સંભાળી છે અને ચિંતાનું કોઈ કારણ ન હોવું જોઈએ. રાવતે આર્મીના વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ વધુ સુધારવાની જરૂર છે.  જનરલ રાવતે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં શાંતિ માટે અમે માત્ર કો-ઓર્ડિનેટર છીએ. અમે ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર સ્થિતિ સારી રીતે સંભાળી છે. ચિંતાનું કોઈ વાત ન હોવી જોઈએ.

  આર્મી ચીફે કહ્યું કે, વાતચીત અને આતંક એક સાથે ન ચાલી શકે, આ જમ્મુ-કાશ્મીર ઉપર પણ લાગુ પડે છે. તેઓએ કહ્યું કે, તાલિબાન મામલાની તુલના જમ્મુ-કાશ્મીર સાથે ન કરી શકાય. રાજ્યમાં અમારી શરતો પર જ વાતચીત થશે.

  આ પણ વાંચો, કોર્ટનો ચુકાદો વહેલો ન આવ્યો તો શું સરકાર પાસે છે રામ મંદિર બનાવવાનો રસ્તો?

  સાથોસાથ આર્મી ચીફે જાહેરાત કરી કે 20 જાન્યુઆરીએ ઈન્ડિયન આર્મીની નોર્ધન કમાન્ડને નવી સ્નાઇપર રાઇફલો મળશે. પાકિસ્તાનને કડક સંદેશ આપતા આર્મી ચીફે કહ્યું કે, આતંક અને ચર્ચા એક સાથે શક્ય નથી. તેથી બંદૂક છોડો અને હિંસા બંધ કરો.
  Published by:News18 Gujarati
  First published:January 10, 2019, 15:00 IST

  ટૉપ ન્યૂઝ