Home /News /national-international /Helicopter Crash: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ, પાયલટ ગુમ

Helicopter Crash: અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ, પાયલટ ગુમ

ઈન્ડિયન આર્મીનું હેલીકોપ્ટર (પ્રતિકાત્મક તસવીર)

ક્રેશને લઈને ગુવાહટી ડિફેન્સ પીઆરઓ લેફ્ટિનેંટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યુ કે, અરુણાચલ પ્રદેશના બોમડિલા નજીક ઓપરેશન સોર્ટી ઉડાન ભરી રહેલા એક ચીતા હેલીકોપ્ટરનું ગુરુવારે સવારે 9.15 કલાકે એટીસી સાથેની સંપર્ક તૂટી જવાની સૂચના મળી હતી.

વધુ જુઓ ...
વી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. રાજ્યના મંડલા પહાડી વિસ્તારમાં ભારતીય સેનાનુ એક ચીતા હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટના બાદ પાયલટની શોધખોળ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘટના કેવી રીતે થઈ તેની જાણકારી હાલમાં સામે આવી નથી. દુર્ઘટનામાં ગુમ થયેલા પાયલટને શોધવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: OMG: બે હાથ નથી પણ પગથી લખીને આપે બોર્ડની પરીક્ષા, મોતીના દાણા જેવા છે તેના અક્ષર

ક્રેશને લઈને ગુવાહટી ડિફેન્સ પીઆરઓ લેફ્ટિનેંટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યુ કે, અરુણાચલ પ્રદેશના બોમડિલા નજીક ઓપરેશન સોર્ટી ઉડાન ભરી રહેલા એક ચીતા હેલીકોપ્ટરનું ગુરુવારે સવારે 9.15 કલાકે એટીસી સાથેની સંપર્ક તૂટી જવાની સૂચના મળી હતી. તેમણે કહ્યું કે, હેલીકોપ્ટર બોમડિલાના પશ્ચિમ મંડલા નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું સૂચના મળી છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.



આપને જણાવી દઈએ કે, માર્ચ 2022માં જમ્મુ કાશ્મીરમાં પણ ચીતાનું એક હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલટમાંથી એકનું મોત થઈ ગયું જ્યારે એકને ગંભીર રીતે ઈજા થઈ હતી. દુર્ઘટના માટે ખરાબ હવામાન જવાબદાર હતું. આ દુર્ઘટના ત્યારે થઈ હતી, જ્યારે હેલીકોપ્ટર લેંડીંગ થવાનું હતું અને હવામાન ખરાબ હોવાના કારણે બેકાબૂ થઈ ગયું હતું.
First published:

Tags: Helicopter-crash

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો