ભૂટાનમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ચેતક ક્રેશ, બે પાયલટ શહીદ

ભૂટાનમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ચેતક ક્રેશ

બચાવ દળ પ્લેનના કાટમાળ સુધી પહોંચવાની કોશિસ કરી રહ્યું છે, કારણ કે દુર્ઘટના ગાઢ જંગલ અને પડાહી વિસ્તારમાં બની છે.

 • Share this:
  ભૂટાનમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ચેતક ક્રેશ થઈ ગયું છે. આ ઘટનામાં બે પાયલોટ શહીદ થઈ ગયા છે. જે બે પાયલોટનો મોત થયા છે તેમાં એક ઈન્ડિયન આર્મી અને એક રોયલ ભૂટાન આર્મિ ઑફિયર છે. બચાવ દળ પ્લેનના કાટમાળ સુધી પહોંચવાની કોશિસ કરી રહ્યું છે, કારણ કે દુર્ઘટના ગાઢ જંગલ અને પડાહી વિસ્તારમાં બની છે.

  ઘટના પર ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું કે, ભૂટાનના યોંગફુલ્લા પાસે બપોરે લગભગ 1 કલાકે ભારતીય સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. ઘટનાના થોડા સમય પહેલા જ હેલિકોપ્ટરનો રેડિયો સાથે સંપર્ક તૂચ્યો અને વિઝ્યુઅલ કોન્ટેક્ટ પણ ખતમ થઈ ગયો. આ હેલિકોપ્ટર રૂટિન ડ્યુટી પર અરૂણાચલ પ્રદેશના યોંફુલ્લા સુધી પહોંચ્યું હતું.  એવું બતાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના ખેંટોગમની હિલ સ્થિત તાશીગંગા પહાડી પાસે થઈ છે. જંગલ હોવાના કારણે આ ક્ષેત્રમાં ખુબ ધુમ્મસ પણ છે અને હવામાન વિભાગ દ્વારા અદ્રશ્યતાની સૂચના આપવામાં આવી છે. કદાચ હવામાન એટલું ખરાબ થઈ ગયું કે, પાયલોટનો હેલિકોપ્ટર પર નિયંત્રણ નહી રહ્યું હોય અને આ દુર્ઘટના સર્જાઈ હશે. હેલિકોપ્ટરમાં પાયલોટ અને ચાલક દળ સહિત કેટલા લોકો સવાર હતા, તેની હજુ માહિતી આપવામાં નથી આવી.
  Published by:kiran mehta
  First published: