Home /News /national-international /લદાખ: ભારતીય સરહદની અંદરથી ચીની સૈનિક પકડાયો, પૂછપરછ શરૂ

લદાખ: ભારતીય સરહદની અંદરથી ચીની સૈનિક પકડાયો, પૂછપરછ શરૂ

પ્રતીકાત્મક તસવીર

India-China Conflict: ભારત અને ચીનના સૈન્ય વચ્ચે તણાવ ચાલુ છે ત્યારે જ વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે પેન્ગૉંગ વિસ્તારમાંથી એક ચીનના સૈનિકની ધરપકડ કરવામાં આવી છે. આ સૈનિક ભારતીય વિસ્તારમાં ફરી રહ્યો હતો.

નવી દિલ્હી: ભારત (India) અને ચીન (China) વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. આ દરમિયાન ભારતીય સૈન્યએ લદાખ (Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે પેન્ગૉંગ વિસ્તારમાંથી ચીનના એક સૈનિક (Chines Soldier)ની ધરપકડ કરી છે. આ સૈનિક ભારતીય વિસ્તારમાં ફરી રહ્યો હતો. સૈનિક ભારતીય સરહદની અંદર કેવી રીતે પહોંચી ગયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ભારતીય જવાનો (Indian Army) તેની પૂછપરછ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ સૈનિક સવારે ભારતીય સરહદની અંદર જોવા મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીપલ્સ લિબરેશન આર્મી (Peoples Liberation Army)નો આ સૈનિક શુક્રવારે સવારે પકડાયો છે. એક અધિકારીએ જણાવ્યુ કે, "પીએલએ સૈનિક એલએસીની આ બાજુની જમીન પર આવી ગયો હતો. જે બાદમાં આ વિસ્તારમાં તૈનાત ભારતીય સૈનાએ તેને કસ્ટડીમાં લઈ લીધો હતો." અધિકારીએ જણાવ્યું કે, સૈનિકની નિયમ પ્રમાણે જ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ એવી પણ તપાસ કરવામાં આવી રહી છે કે સૈનિક ભારતીય સરહદમાં કેવી રીતે આવી ગયો.

આ પણ વાંચો: છ મહિનાથી ચીનમાં ફસાયેલા ભારતીય નાવિકો પરત ફરશે

જોકે, આ વિસ્તારમાં કોઈ ચીનનો સૈનિક પકડાયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. બે વર્ષની અંદર સરહદ પર થયેલી આ બીજી ઘટના છે. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ પૂર્વ લદાખમાંથી એક સૈનિક પકડાયો હતો. જોકે, ત્રણ દિવસની સૈન્ય કાર્યવાહી બાદ તેને ચીનના સૈન્યનો સોંપી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  બાઇક પર સાત લોકોને સવાર જોઈને પોલીસ અધિકારી હાથ જોડી ગયા!

ભારત અને ચીન વચ્ચે ગત વર્ષે જૂનથી જ તણાવ ચાલુ છે. બંને દેશોએ પૂર્વ લદાખમાં પોતાની હાજરી દર્શાવી છે. આ વિવાદ ખતમ કરવા માટે બંને દેશની સેના વચ્ચે ગત દિવસોમાં અનેક વખત વાતચીત થઈ છે. જૂનમાં બંને દેશની સેના વચ્ચે ગલવાન ખીણમાં અથડામણ થઈ હતી. આ ઘટના બાદ બંને દેશોએ સરહદ પર સૈનિકો વધારી દીધા છે.
" isDesktop="true" id="1062590" >

બંને દેશના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. એવા અહેવાલ વહેતા થયા હતા કે આ અથડામણમાં સૈનના 50 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ભારતે આ વિસ્તારમાં આધુનિક હથિયારો અને સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.
First published:

Tags: LAC, Soldier, આર્મી, ચીન, ભારત, યુધ્ધ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો