કોરોના વાયરસ : ભારતીય સેનાએ રદ કરી બધી રજાઓ, એલર્ટ પર મેડિકલ સ્ટાફ

જ્યારે 2018માં 78 વાર અને 2017માં 47 આવી ઘટનાઓ થઇ હતી. બીજી તરફ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તણાવને લઇને ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ભારતીય સૈનિકો ભારતની સીમામાં રહીને ગતિવિધિઓ કરી રહ્યા છે. તે સીમા સુરક્ષા માટે નિર્ધારિત પ્રક્રિયાનું સખત પણે પાલન કરી રહ્યા છે. ભારતની સીમા પર હાલની ઘટનાઓ માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે.

અર્ધસૈનિક બળોને ફક્ત ઇમરજન્સી લીવ આપવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી : ભારતીય સેના (Indian Army)એ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ (Coronavirus)ને લઈને પોતાના બધા કમાન માટે એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરી પ્રમાણે યુદ્ધાભ્યાસ અને કોન્ફ્રરન્સને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વર્તમાન પરિસ્થિતિઓને જોતા બધા પ્રકારના અભ્યાસ સ્થગતિ કે રદ કરી દીધા છે.

  ભારતીય સેનાની એડવાઇઝરી પ્રમાણે રજા આપનાર અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તે સ્થિતિમાં સુધારો થયા સુધી ફક્ત જરુરિયાત હોય તો જ રજા આપે. એડવાઇઝરી પ્રમાણે રજાથી પરત ફરેલા ખાસ કરીને કોરોના વાયરસથી વધારે પ્રભાવિત કે સંભવિત રુપથી આંતરરાષ્ટ્રીય યાત્રા ઇતિહાસ વાળા વ્યક્તિઓના સંપર્કમાં રહેનાર ટુકડીઓની સ્ક્રિનિંગ કરવામાં આવે અને તેમને યૂનિટમાં આવવા પર ક્વારંટાઇન કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો - ચીનનો દાવો - જાપાનની આ દવાથી કોરોનાના દર્દી ફક્ત 4 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે


  ભારતીય સેનાએ શોપિંગ કોમ્પ્લેક્સમાં કેન્ટીન અને આવશ્યક વસ્તુભંડારમાં પ્રવેશને વિનિયમિત કરવા માટે પણ કહ્યું છે. આ સાથે બધા બિનજરુરી સ્ટોર્સ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.

  આ સિવાય કેન્દ્ર સરકારે પણ કોરોના વાયરસને લઈને દેશમાં બની રહેલી પરિસ્થિતિ પર નિર્ણય કર્યો છે કે અર્ધસૈનિક બળોને ફક્ત ઇમરજન્સી લીવ આપવામાં આવશે. જ્યારે કેન્દ્રએ મેડિકલ સ્ટાફને એલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યો છે. સેનાએ પોતાના કર્મીઓને બિનજરુરી યાત્રાથી બચવા માટે પણ કહ્યું છે. વાયુ સેનાએ પણ પરીક્ષાઓ ટાળી દીધી છે.
  Published by:Ashish Goyal
  First published: