રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ કરતી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ, ભારતે પાક.ના 3 સૈનિકોને ઠાર માર્યા

રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ કરતી પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ, ભારતે પાક.ના 3 સૈનિકોને ઠાર માર્યા
પ્રતીકાત્મક તસવીર

ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સિંધ રેજિમેન્ટની ચાર ચોકીઓ પણ નષ્ટ થઈ ગઈ છે

 • Share this:
  જમ્મુ : બાલાકોટ સેક્ટરમાં રહેણાંક વિસ્તારોને સતત નિશાનો બનાવી રહેલા પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના 3 સૈનિકોને ઠાર માર્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનના 7થી 8 જવાનને ઘાયલ પણ કરી દીધા છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સિંધ રેજિમેન્ટની ચાર ચોકીઓ પણ નષ્ટ થઈ ગઈ છે.

  રહેણાંક વિસ્તારો પર હુમલો  નોંધનીય છે કે, પાકિસ્તાન તરફથી આખો દિવસ ફાયરિંગ થયું. નિયંત્રણ રેખાની પાસે પાકિસ્તાની સેનાએ મોર્ટાર છોડ્યા. મેંઢરના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા જેમાં ચાર મકાનોને નુકસાન થયું. જ્યારે ભારતીય સેનાના બે જવાન ઘાયલ થઈ ગયા. અહીં રાત્રે 12 વાગ્યા સુધી ફાયરિંગ ચાલ્યું. બીજી તરફ પુંછના દેગવાર સેક્ટરમાં પાકિસ્તાને રાત્રે 9 વાગ્યે ફાયરિંગ શરૂ કર્યું જે રાત્રે 12 વાગ્યા સુધી ચાલ્યું. હાલ ત્યાં રાતથી ફાયરિંગ બંધ છે. ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે પાકિસ્તાને બાલાકોટ અને મેંઢર સેક્ટરોમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું, ત્યારબાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી.

  ભારતીય સૈનિક શહીદ

  પાકિસ્તાની સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના દેગવાર સેક્ટરમાં પણ ભારે ફાયરિંગ કર્યું, જેમાં એક ભારતીય સૈનિક શહીદ થઈ ગયો અને ત્રણ અન્ય ઘાયલ થયા. શહીદ નાયક રાજીવસિંહ શેખાવત (36) રાજસ્થાનના જયપુર જિલ્લાના રહેવાસી હતા. તેમના પરિવારમાં પત્ની ઉષા શેદાવત છે.

  શહીદ જવાન શેખાવતને શ્રદ્ધાંજલિ

  ભારતીય સેનાએ રવિવારે નાયક શેખાવતને પૂર્ણ સૈન્ય સન્માની સાથે શ્રદ્ધાંજલિ આપી. અધિકારીઓએ કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ જમ્મુના વાયુ સેના સ્ટેશનમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહીદ સૈનિકોને પુષ્પચક્ર અર્પિત કર્યા. ઉત્તર કમાનના જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ વાઈ. કે. જોશી અને એલીટ વ્હાઇટ નાઇટ કોરના જનરલ ઑફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ હર્ષ ગુપ્તાએ પણ શહીદ સૈનિકને સલામી આપી અને શોક સંતપ્ત પરિવારના પ્રતિ સંવેદના વ્યક્ત કરી.

  આ પણ વાંચો, સાવધાન! આ શહેરમાં દૂધ ચોરવા લક્ઝરી કારમાં આવે છે ચોર
  Published by:News18 Gujarati
  First published:February 10, 2020, 09:45 am

  ટૉપ ન્યૂઝ