ચીન સાથે વિવાદ પછી સેનાને મળ્યું અત્યાધુનિક 'ભારત ડ્રૉન', આ કારણે છે ખાસ

ભારત ડ્રોન

આ ડ્રૉનને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેને કોઇ રડાર ડિટેક્ટ ન કરી શકે.

 • Share this:
  ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા વિવાદની (India-China Dispute) વચ્ચે DRDOએ પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાંપતી નજર રાખવા માટે સેનાને હવે ભારત ડ્રોન (Bharat Drone) મળ્યું છે. આ ડ્રોનનું નામ ભારત છે અને તે સંપૂર્ણ પણે સ્વદેશી ડ્રોન છે. વાસ્તવિક નિયંત્રણ રેખાનું ધ્યાન રાખવા માટે આ ડ્રોનને વધુ ઊંચાઇવાળી જગ્યા પર મોકલવામાં આવશે. તે ઊંચા પહાડી વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા માટે શ્રેષ્ઠ છે. અને તેનાથી ભારતીય સેનાને મદદ મળશે. રક્ષા સુત્રોએ જણાવ્યું કે ભારતીય સેનાને પૂર્વ લદાખ ક્ષેત્રમાં ચાલી રહેલા વિવાદમાં ચાંપતી નજર રાખવા માટે આ ડ્રોનની ખાસ જરૂર હતી.

  ભારત ચીન સીમાને ધ્યાનમાં રાખીને આ ડ્રોનને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. ભારત ડ્રોન અનુસંધાન અને વિકાસ સંગઠનની ચંદીગઢ સ્થિત પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. સુત્રોનું કહેવું છે કે આ ડ્રોન ભારતની શ્રૃંખલામાં વિશ્વના સૌથી ચુસ્ત અને હળવા ડ્રોનના રૂપમાં સૂચીબદ્ધ કરી શકાય છે અને તે સંપૂર્ણપણે સ્વદેશી છે.

  વધુ વાંચો :  Covid 19 : છેલ્લી શ્વાસ લઇ રહેલી માની એક ઝલક જોવા માટે હોસ્પિટલની બારીએ ચડ્યો પુત્ર

  આ ડ્રોનના આર્ટ્રીફિશિયલ ઇન્ટેલિજન્સથી લેન્સ છે. જેનાથી તે મિત્રો અને દુશ્મનો વચ્ચે ભેદ પારખી શકે છે અને તે હિસાબે કામ કરે છે. ભારત ચીન સીમાના હવામાનને જોતા ડ્રોન ઠંડા હવામાનમાં પણ કામ કરવા સક્ષણ છે. આ સાથે જ વિભન્ન હવામાન મુજબ તેને વિકસિત કરવાનું પ્લાનિંગ છે. ભારત ડ્રોન મિશન દરમિયાન વીડિયો પ્રસારણ કરવા પણ આ ડ્રોન સક્ષણ છે. સાથે જ અંધકારમય રાતમાં પણ તે પૂરી રીતે ક્લિયર વિજ્યુઅલ આપે છે.

  વધુ વાંચો : 29 જુલાઈએ 5 રાફેલ પહોંચશે અંબાલા એરફોર્સ સ્ટેશન, આકાશમાં હવે રાજ કરશે ભારત

  DRDO સુત્રોના કહેવા મુજબ આ ડ્રોન ખાસ તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેનાથી ગીચ જંગલમાં છુપાયેલા લોકોને પણ શોધી શકાય. ભારત સીરીઝનું આ ડ્રોન દુનિયાના સૌથી હળવા અને સક્રિય નજર રાખતા ડ્રોનમાંથી એક છે.
  DRDOના સુત્રોનું કહેવું છે કે નાના પણ શક્તિશાળી ડ્રોન કોઇ પણ સ્થાનથી આત્યાધિક સટીકતાથી કામ કરી સકે છે. અને તે યુનિબોડી ડિઝાઇન અને એડવાન્સ રીલિઝ ટેકનોલોજી તેને વધુ ઉપયુક્ત બનાવે છે. સાથે જ તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેને કોઇ રડાર ડિટેક્ટ ન કરી શકે.

  આમ રડારને પણ ડ્રોન વિષે જાણકારી નહીં મળે.
  Published by:Chaitali Shukla
  First published: