ચીનની ચાલબાજીનો જવાબ આપવા ભારતે હવે તૈનાત કરી મિસાઇલથી સજ્જ T-90 ટેન્ક

ચીનની ચાલબાજીનો જવાબ આપવા ભારતે હવે તૈનાત કરી મિસાઇલથી સજ્જ T-90 ટેન્ક
આ પ્રકારની ટેન્ક શરૂઆતમાં રશિયાથી બનીને આવી હતી. તે એક મિનિટમાં 8 ગોળા ફાયર કરી શકે છે. (PTI)

સૈનિકોને લઈ જનારી બખ્તરબંધ ગાડીઓ અને 4 હજાર સૈનિકોની ફુલ બ્રિગેડ પણ દૌલત બેગ ઓલ્ડી ખાતે તૈનાત કરવામાં આવ્યા

 • Share this:
  નવી દિલ્હીઃ ચીની સેના (Chinese Army) ભારતના પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Ladakh Galwan Valley) સહિત અનેક વિસ્તારોથી પાછળ હટવા મજૂબર તો થઈ ગઈ, પરંતુ હવે એક્સાઈ ચિનમાં લગભગ 50 હજાર PLA સૈનિક તૈનાત કરી દેવામાં આવ્યા છે. એવામાં ચીનની નવી ચાલબાજીનો યોગ્ય જવાબ આપવા માટે ભારતે પણ તૈયારી કરી દીધી છે. ભારતે પહેલીવાર મિસાઇલ ફાયર કરનારી T-90 ટેન્ક્સનું સ્કવૉડ્રન (12) કારોકારમમાં તૈનાત કર્યા છે. સૈનિકોને લઈ જનારી બખ્તરબંધ ગાડીઓ અને 4 હજાર સૈનિકોની ફુલ બ્રિગેડ પણ દૌલત બેગ ઓલ્ડી (DBO) પર તૈનાત કરવામાં આવ્યા છે.

  આ મામલા સાથે જોડાયેલા ટૉપ સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. દૌલત બેગ ઓલ્ડી (Daulat Beg Oldi)માં ભારતની છેલ્લી આઉટપોસ્ટ 16 હજાર ફુટની ઊંચાઈ પર છે, જે કારાકોરામ પાસની દક્ષિણમાં અને ચિપ-ચાપ નદીના કિનારે છે. તે ગલવાન શ્યોક સંગમના ઉત્તરમાં આવેલું છે. દરબુક-શ્યોક-ડીબીઓ રોડ પર અનેક પુલ 46 ટન વજનવાળી ટેન્કનો ભાર નહીં સહન કરી શકે. જેથી ભારતીય સેનાએ ગલવાન ઘાટી હિંસા બાદ વિશેષ ઉપકરણો દ્વારા તેને નદી-નાળાને પાર મોકલી છે.  આ પણ વાંચો, અયોધ્યાઃ 5 ઓગસ્ટે આ ટેલરે તૈયાર કરેલો પોશાક પહેરશે રામલલા

  રિપોર્ટ મુજબ, પેટ્રોલિંગ પોઇન્ટ્સ 14, 15, 16, 17 અને પૈંગોગ ત્સો ફિંગર વિસ્તારમાં ચીનની એક્ટિવિટી બાદ સેનાએ આર્મર્ડ પર્સનલ કેરિયર્સ (APCS) કે ઇન્ફેન્ટરી કોમ્બેટ વીઇકલ્સ (પગપાળા સેનાનો સામનો કરનારા વાહન), M777 155mm હોવિત્ઝર અને 130 mm ગન્સને પહેલા જ DBO મોકલી દીધા હતા.

  આ પણ વાંચો, મુંબઈઃ ફ્રી પ્લેન ટિકિટ અને મેડિકલ ઇન્સ્યોરન્સના નામે પણ પરત ફરવા તૈયાર નથી પ્રવાસી શ્રમિક

  એક સૈન્ય કમાન્ડર્સ મુજબ, આ ગતિવિધિ PLAની આક્રમકતાના મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ લદાખમાં 1147 કિલોમીટર લાંબી સીમા પર ભારતીય સેનાની સાથે સંઘર્ષવાળા સ્થાનોને ખાલી કરવાના હતા, જેથી તે 1960ના નક્શાને લાગુ કરવાનો દાવો કરી શકે, પરંતુ આ પ્રયાસને 16 બિહાર રેજિમેન્ટના જાંબાજોએ 15 જૂને નિષ્ફળ કરી દીધું.
  Published by:Mrunal Bhojak
  First published:July 27, 2020, 08:23 am