જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર કર્યા પછી ભારતીય સેનાએ પાકિસ્તાનની આર્મીને કહ્યું છે કે, તે આ સાત આતંકીઓનાં શબ લઇ જાય.
ભારતીય સૈન્યએ પાકિસ્તાન સૈન્ય સમક્ષ ઓફર મૂકી છે કે, સફેદ ધ્વજ દર્શાવી ઠાર મરાયેલા આતંકીઓ શબ લઇ જાય. જોકે હજુ સુધી પાકિસ્તાન તરફથી કોઇ જવાબ આવ્યો નથી.
છેલ્લા થોડા દિવસોથી કાશ્મીરમાં અફવાઓનું બજાર ગરમ થયું છે. કેન્દ્ર સરકાર તરફથી વધારાના સુરક્ષાબળ મોકલવાના નિર્ણયથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. આતંરરાષ્ટ્રીય સીમા પર બંને તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે.
આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનમાંથી ભારતીય સીમામાં ઘુસેલા સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે અને ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. આ ઘટના કાશ્મીરનાં કેરન સેક્ટરમાં બની હતી.
આતંકીઓના શબ હજુ એલ.ઓ.સી ઉપર જ પડ્યા છે. ભારે ફાયરિંગના કારણે શબોને હટાવી શકાયા નથી અને તેમની ઓળખ પણ થઈ શકી નથી. સેનાએ સાબિતી તરીકે તેમાંથી 4 શબની સેટેલાઇટ તસવીર પણ લીધી છે. પાકિસ્તાન ફાયરિંગના આડમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી કરાવવા માંગે છે.
ભારતીય સૈન્યનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસ દરમિયાન પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને ભારત તેનો વળતો જવાબ આપી રહ્યું છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર