ભારતીય સેનાએ પાકિસ્તાનના સીઝફાયર તોડવાાની જવાબી કાર્યવાહીમાં મેંઢર સેક્ટરની પાસે બલનોઈ સ્થિત પાકિસ્તાની પોસ્ટને ઉડાવી દીધી છે. ભારતની જવાબી કાર્યવાહીમાં અનેક પાકિસ્તાની સૈનિકો ઘાયલ થવાના અહેવાલ છે.
બીજી તરફ, રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પણ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સીમાર પર સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે પાકિસ્તાને ત્રણ વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે.
પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સતત તણાવપૂર્ણ માહોલ બનલો છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ વખતે પાકિસ્તાન પુંછના બાલાકોટ સેક્ટરમાં ભારે માત્રામાં મોર્ટારનો મારો કરી રહ્યું છે અને હેવી ફાયરિંગ કરી રહ્યું છે.
ભારત પણ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાન મંગળવાર સવારથી જ સરહદના વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાન નૌશેરા, મેંઢર, પુંછ અને એલઓસી નજીક આવેલા વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે. મોડી સાંજે ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હવૂરહા વિસ્તારમાં સૈન્ય દળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં સક્રિયતાથી આતંકીઓની શોધખોળ કરી રહી છે.
આતંકવાદ વિરુદ્ધ એક્શન લેવા ભારતના સખત દબાણની અસર પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જૈશ પ્રમુખ મસૂદ અઝહરના ભાઈ મુફ્તી અબ્દુર રઉફ અને દીકરા હમાદ અઝહર સહિત 44 લોકોને કસ્ટડીમાં લેવાામાં આવ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર