Home /News /national-international /

ગામોને ઢાલ બનાવીને પાક.નો ગોળીબાર, ભારતીય સેનાએ પાક.ની 5 ચોકી કરી નષ્ટ

ગામોને ઢાલ બનાવીને પાક.નો ગોળીબાર, ભારતીય સેનાએ પાક.ની 5 ચોકી કરી નષ્ટ

સુરક્ષાદળ

ભારતીય વાયુ સેનાની આ કાર્યવાહીથી ગુન્નાયેલા પાકિસ્તાને એલઓસી ઉપર ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેના પગલે ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃજમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળથા હાથ લાગી હતી. શોપિયાંમાં મિમેંદર ગામમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સવારે અથડામણ ચાલી રહી હતી. બંને તરફથી કલાકો સુધી ફાયરિંગ ચાલી હતી. ત્યારબાદ અંતે સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી.

    જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલા બાદ ભારતીય વાયુ સેનાનએ પીઓકેમાં ઘુસીને જૈશના ઠેકાણાઓ ઉપર હવાઇ હુમલો કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાત્રીના સાડા ત્રણ વાગે એક સાથે 12 ફાઇટ ફાઇટર મિરાજ-2000 વિમાને બાલાકોટમાં આતંકવાદીઓના મોટા કેમ્પો ઉપર હુમલો કર્યો હતો.



    જેના પગલે આ ઠેકાણાં સંપૂર્ણ પણે નષ્ટ થઇ ગયા હતા. ભારતીય વાયુ સેનાની આ કાર્યવાહીથી ગુન્નાયેલા પાકિસ્તાને એલઓસી ઉપર ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેના પગલે ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાનની 5 ચોકીઓને ધ્વસ્ત કરી દીધી છે.

    આ કાર્યવાહીમાં પાકિસ્તાનના કેટલાંય સૈનિકો ઘાયલ થયા છે. તો બીજીબાજુ વહેલી સવારથી જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રહેણાંક મકાનમાં 2-3 આતંકીઓ છુપાયા છે. હાલ સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલુ છે. બંને બાજુથી ફાયરિંગ ચાલુ છે અને ઇન્ટરનેટની સેવા બંધ કરી દેવાઇ છે. સેના, સીઆરપીએફ અને એસઓજીનું ઓપરેશન ચાલુ છે.

    એક રક્ષા અધિકારીએ કહ્યું કે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અંદાજે પાંચ ચોકીઓને ગંભીર નુકસાન થયું છે. અધિકારી એ કહ્યું કે પાકિસ્તાની સેનાને સામાન્ય નાગરિકોના ઘરોમાંથી મોર્ટાર અને મિસાઇલ છોડતા દેખાયા છે.

    અધિકારીએ કહ્યું કે રાજૌરી અને પૂંછ જિલ્લામાં પણ પાકિસ્તાનીઓને નુકસાન પહોંચ્યું છે. સૈન્ય અધિકારીએ કહ્યું કે હુમલા માટે પાકિસ્તાની સેના સામાન્ય નાગરિકોને માનવ કવચ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.
    Published by:ankit patel
    First published:

    Tags: India attacked pakistan, Indian air strike on pakistan, Surgical strike

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन