Sarkari Naukri 2021: ત્રણ રાજ્યોમાં ભારતીય સેનાની ભરતીઓ સ્થગિત, જાણો તમામ માહિતી

ઉમેદવારોને પરીક્ષા માટેની તારીખની જાણકારી ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી આપવામાં આવશે

ઉમેદવારોને પરીક્ષા માટેની તારીખની જાણકારી ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી આપવામાં આવશે

  • Share this:
    નવી દિલ્હી. કોરોના સંક્રમણ (Coronavirus)ના કહેરના કારણે પરીક્ષાઓ (Examinations) રદ થવાનો સિલસિલો ચાલુ છે. અત્યાર સુધીમાં તેલંગાણા (Telangana) સહિત અન્ય બે રાજ્યોમાં આર્મી સંયુક્ત પ્રવેશ પરીક્ષા (Indian Army Common Entrance Examination)ને સ્થગિત કરવામાં આવી ચૂકી છે. આ પરીક્ષાનું આયોજન હૈદરાબાદ (Hyderabad)માં 30 મે 2021ના રોજ કરવામાં આવ્યું હતું, જેને હવે આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સંબંધમાં ભારતીય સેના (Indian Army)એ પોતાની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર સૂચના પ્રકાશિત કરી છે. અભ્યર્થીને આ પરીક્ષા માટે નવી તારીખની જાણકારી ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી આપવામાં આવશે.

    આ તારીખ સુધી થઈ હતી ભરતી રેલી

    હૈદરાબાદમાં 4 માર્ચ 2021થી 24 માર્ચ 2021ની વચ્ચે હકીમપેટના તેલંગાણા સ્ટેટ સ્પોર્ટ્સ સ્કૂલમાં આયોજિત કરવામાં આવી હતી. આ ભરતી રેલીમાં હજારો અભ્યર્થીઓએ ભાગ લીધો હતો. રેલીમાં સફળ જાહેર થયેલા ઉમેદવારો માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો, મોટો ખુલાસો- રંગીન મિજાજના છે બિલ ગેટ્સ, ઘરે યોજાતી હતી સ્ટ્રિપ પાર્ટીઝ

    રાજસ્થાનમાં પણ સ્થગિત કરવામાં આવી પરીક્ષા

    કોરોનાના કારણે રાજસ્થાનમાં પણ આ પરીક્ષાને સ્થગિત કરવામાં આવી ચૂકી છે. રાજસ્થાનમાં આ પરીક્ષાનું આયોજન 30 મે 2021ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું આયોજન જયપુર અને જોધપુરમાં કરવામાં આવ્યું હતું, જેને પોસ્ટપોન કરવામાં આવી છે.

    આ પણ વાંચો, ગાજીપુર-બક્સર: ગંગા નદીમાં વહી રહી હતી 100 લાશો, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોમાં ડર

    પંજાબમાં પણ ટાળવામાં આવી પરીક્ષા

    પંજાબમાં આ પરીક્ષાને પોસ્પપોન કરવામાં આવી છે. રાજ્યમાં આ પરીક્ષાનું આયોજન 25 એપ્રિલ 2021ના રોજ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાની નવી તારીખની જાણકારી ઉમેદવારોને ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી આપવામાં આવશે.

    આ અભ્યર્થીઓ માટે થવાની છે પરીક્ષા

    વિભિન્ન મીડિયા રિપોર્ટ્સ મુજબ, સેનાના ઓફિશિયલ નિવેદન અનુસાર આ પરીક્ષામાં તે ઉમેદવારોને હિસ્સો લેવાનો હતો જેમને રેલીમાં સફળ જાહેર કરવામાં આવ્યા હતા અને મેડિકલ પરીક્ષામાં પણ પાસ થયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: