આર્મી ચીફની પાકિસ્તાને સ્પષ્ટ વાત: ભારત સાથે દોસ્તી કરવી હોય તો સેક્યૂલર બનો

News18 Gujarati
Updated: November 30, 2018, 11:53 AM IST
આર્મી ચીફની પાકિસ્તાને સ્પષ્ટ વાત: ભારત સાથે દોસ્તી કરવી હોય તો સેક્યૂલર બનો
આર્મી ચીફ બિપીન રાવત (ફાઇલ ફોટો)

આર્મી ચીફ બિપિન રાવતે પાક. પીએમ ઈમરાનને જવાબ આપતાં કહ્યું- તેઓ જે કહે છે તેમાં વિરોધાભાસ હોય છે

  • Share this:
આર્મી ચીફ બિપિન રાવતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ગુરુવારના નિવેદન પર સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે જે કંઈ પણ તેઓ કહી રહ્યા છે, તેમાં વિરોધાભાસ છે. બિપિન રાવતે કહ્યું કે પાકિસ્તાને પોતાને ઈસ્લામિક સ્ટેટ બનાવી દીધું છે. જો તેણે ભારતની સાથે ચાલવું છે તો તેને સેક્યૂલર દેશ બનવું પડશે.

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને કાલે કહ્યું હતું કે ભારત એક પગલું ભરશે તો અમે બે પગલા ઉઠાવીશું. આર્મી ચીફે તેની પર પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, આપણા રાષ્ટ્રની પોલિસી સ્પષ્ટ છે- આતંક અને વાતચીત એક સાથે ન ચાલી શકે. પહેલા ભારત તરફથી સાચી દિશામાં પગલાં ઉઠાવવામાં આવે. અમે જોઈશું કે જો તે આ પગલા હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ પર ઉઠાવવામાં આવ્યા છે કે નહીં. આર્મી ચીફે કહ્યું કે, ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે.

આર્મીમાં મહિલાઓની ભાગીદારી પર આર્મી ચીફે કહ્યું કે મહિલાઓની ક્ષમતા પર કોઈ સવાલ નથી. અમે તેમને હજુ ફ્રન્ટલાઇન કોમ્બેટ રોલની જવાબદારી નથી આપી. અમને લાગે છે કે આપણે હજુ થોડી વધુ રાહ જોવાની જરૂર છે. હજુ આપણે તેના માટે તૈયાર નથી. આર્મીમાં મહિલાઓની ભાગીદારીને લઈને પશ્ચિમી દેશ વધુ ખુલેલા છે. મોટા શહેરોમાં ભલે છોકરા-છોકરીઓ સાથે કામ કરી રહ્યા છે પરંતુ આર્મીમાં લોકો માત્ર મોટા શહેરો સુધી જ સીમિત નથી.આ પણ વાંચો, સિદ્ધુની પાકિસ્તાનમાં લોકપ્રિયતા એટલી છે કે ચૂંટણી પણ જીતી જાય: ઇમરાન ખાન
First published: November 30, 2018, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading