Home /News /national-international /

સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ભારતીય સેનાએ દીપડાનું મળ-મૂત્ર પોતાની પાસે કેમ રાખ્યું હતું?

સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ભારતીય સેનાએ દીપડાનું મળ-મૂત્ર પોતાની પાસે કેમ રાખ્યું હતું?

જૂન 2018માં સર્જિકલ સ્ટ્રાઈકના કેટલાક વીડિયો સામે આવ્યા હતા. જોકે, પૂર્વ રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે જણાવ્યું કે આ વીડિયો વાસ્તવિક સાક્ષી માટે માત્ર અંશમાત્ર છે

જૂન 2018માં સર્જિકલ સ્ટ્રાઈકના કેટલાક વીડિયો સામે આવ્યા હતા. જોકે, પૂર્વ રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે જણાવ્યું કે આ વીડિયો વાસ્તવિક સાક્ષી માટે માત્ર અંશમાત્ર છે

  પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપતા સમયે ભારતીય સેના માટે સૌથી મોટી તિંતા કૂતરાના ભસવાની હતી. કૂતરા ભસે નહી અને ભારતીય સેના અંદર સુધી દુશ્મનના વિસ્તાર સુધી પહોંચી શકે તે માટે સૈનિકોએ દિપડાનું મળ-મૂત્ર પોતાની પાસે રાખ્યું હતું. નાગરોટા કોર્પર્સના પૂર્વ કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ રાજેન્દ્ર નિંબોરકરે મંગલવારે આ જાણકારી આપી.

  નિંબોરકર અનુસાર, દિપડા-ચિત્તાના મળ-મૂત્રથી કૂતરાને ચૂપ રાખવામાં મદદ મળી, અને ભારતીય સેના ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી શકી.

  પૂણે સ્થિત થોરલે બાજીરાવ પેશવે સંસ્થાને મંગળવારે નિંબોરકરને તેમના યોગદાન માટે સન્માનિત કર્યા, જ્યાં તેમણે આ વાત કહી. નિંબોરકરે નૌશેરા સેક્ટરમાં બ્રિગેડ કમાન્ડર તરીકે કામ કર્યું હતું, અને સર્જિકલ સ્ટ્રાઈક પહેલા જૈવ વિવિધતાનો અભ્યાસ કર્યો હતો.

  નિંબોરકરે જણાવ્યું કે, અમે જોયું કે, આ વિસ્તારમાં દિપડા કૂતરા પર હુમલા કરે છે. દિપડાથી બચવા માટે કૂતરા છૂપાવાનું પસંદ કરે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અનુસાર, તેમણે કહ્યું કે, હુમલાની રણનીતિ બનાવતા સમયે અમે તેમના ભસવાની પ્રક્રિયા અને હુમલા વિશે જાણતા હતા. તેને રોકવા માટે અમારા સૈનિકોએ દિપડાના મળ અને મૂત્રને પોતાની પાસે રાખ્યા હતા. તેમણે ગામની બહાર આ છાંટી દીધુ. તેણે ખુબ સરસ કામ કર્યું અને કૂતરા ત્યાંથી ભાગી ગયા.

  તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2016માં ભારતે ઉરી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. ઉરીમાં આતંકવાદીઓના હુમલામાં 19 ભારતીય સૈનિક શહીદ થયા હતા.

  પૂર્વ સેના પ્રમુખ દલબિર સિંહ, જેમના કાર્યક્રમમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવ્યો હતો, તેમણે હુમલા વિશે વધારે જાણકારી આપવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકની રીત અને સાધનોને સાર્વજનિક ન કરી શકાય.

  જૂન 2018માં સર્જિકલ સ્ટ્રાઈકના કેટલાક વીડિયો સામે આવ્યા હતા. જોકે, પૂર્વ રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે જણાવ્યું કે આ વીડિયો વાસ્તવિક સાક્ષી માટે માત્ર અંશમાત્ર છે. ત્યારે પાર્રિકરે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકને સુરક્ષાદળોએ અંજામ આપ્યું હતું અને તેનો શ્રેય પણ તેમને જ જવો જોઈએ. પરંતુ તમે રાજનીતિક નેતૃત્વને શ્રેય આપવાની ના પણ ના પાડી શકો, જેમણે કઠિન નિર્ણય લીધો.
  Published by:kiran mehta
  First published:

  Tags: Surgical strikes, ભારતીય સેના

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन