ભારતીય સેનાએ PoKમાં ટેરર કેમ્પ કર્યા નષ્ટ, હિજબુલ અને જૈશના 35 આતંકવાદી અને 6 પાક. સૈનિકનાં મોત

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સેનાએ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવા માટે આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં તંગધારમાં પાકિસ્તાન (Pakistan) તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગ (Firing)માં બે ભારતીય જવાન શહીદ થયા બાદ હવે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકવાદી કેમ્પો (Terror Camps) પર હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવતાં આર્ટિલરી ગનથી ગોળામારો કર્યો. ભારતીય સુરક્ષા દળો તરફથી કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આતંકી સંગઠન જૈશ અને હિજબુલના 35 આતંકવાદીઓની સાથે 6 પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાના અહેવાલ છે.

  બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો છે કે, પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં 9 ભારતીય જવાન માર્યા ગયા છે. ભારતીય સેનાની ફાયરિંગમાં એક પાકિસ્તાની સૈનિકના મોતની વાત પણ સ્વીકારી છે. જોકે, કોઈ દાવાની હજુ સુધી અધિકૃત પુષ્ટિ નથી થઈ શકી. પાકિસ્તાન અને ભારતની વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે વાત કરી છે. રક્ષા મંત્રી આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે અને તેઓએ સેના પ્રમુખને આ ઘટના સાથે જોડાયેલી તમામ અપડેટ આપવા માટે કહ્યુ છે.

  પાકિસ્તાન (Pakistan) તરફથી સતત થઈ રહેલા ઘૂસણખોરીના પ્રયાસોની વચ્ચે ભારતીય સેના (Indian Army)એ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત આતંકી કેમ્પો (Terrorist Camps) પર હુમલા કર્યા છે. મૂળે, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી (Pakistani Army) આતંકીઓની ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસમાં મદદ કરી રહી હતી. આ તમામ ગતિવિધિઓને જોતાં ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને પીઓકેમાં સ્થિત આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા છે.

  ભારતીય સેનાએ પોઓકેની અંદર સ્થિત આતંકવાદી શિબિરો પર હુમલો કર્યો છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરની સામે સ્થિત આતંકવાદી કેમ્પો પર કરવામાં આવ્યા છે. સેનાએ પાકિસ્તાનની નાપાક હરકતને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ પાકિસ્તાનના કાવતરાના જવાબમાં આ હુમલો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, પાકિસ્તાન તરફથી આ આતંકવાદી કેમ્પમાં હાજર આતંકવાદીઓને ભારતીય સીમામાં ઘૂસણખોરી કરાવવાની તૈયારી ચાલી રહી હતી. જેની જાણ થતાં જ સેનાએ જવાબી કાર્યવાહીમાં આ હુમલો કર્યો છે.

  નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાની સેનાએ ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ફાયરિંગ કર્યું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં બે જવાન શહીદ થયા જ્યારે એક નાગરિકનું મોત થયું. ફાયરિંગમાં ત્રણ અન્ય લોકો ઘાયલ થવાના અહેવાલ છે. મળતા અહેવાલો મુજબ, પાકિસ્તાન તરફથી મોર્ટાર પણ છોડવામાં આવ્યા. જેના કારણે તંગધારનું એક ઘર અને ચોખાનું ભંડાર ગૃહ સમગ્રપણે ધ્વસ્ત થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. આ ઘટનામાં બે કાર, બે ગૌશાળા અને 19 ઘેટાંના પણ મોત થયા છે.

  સેનાએ આ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવતાં જોરદાર હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આતંકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે. આ આતંકી શિબિરો તરફથી અનેક આતંકવાદીઓને ભારતની સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને સેનાએ નિષ્ફળ બનાવી દીધો છે. જોકે, સેનાની કાર્યવાહીમાં આતંકવાદી કેમ્પોમાં કેટલા આતંકવાદી માર્યા ગયા છે તેને લઈને કોઈ જાણકારી નથી આવી.

  આ પણ વાંચો,

  J&K: તંગધારમાં પાકિસ્તાની ફાયરિંગમાં બે જવાન શહીદ, એક નાગરિકનું પણ મોત
  કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથે આપવો તુર્કીને ભારે પડ્યો, PM મોદીએ પ્રવાસ રદ કર્યો
  Published by:Mrunal Bhojak
  First published: