સરકારનો નિર્ણય, હવે સેનાના ઓફિસર્સ નહીં ખરીદી શકે આવા પ્રકારની કાર

હવે સેનાના ઓફિસર્સને 1 જૂનથી માત્ર 12 લાખ સુધીની કાર પર છૂટ મળશે

News18 Gujarati
Updated: May 30, 2019, 9:27 AM IST
સરકારનો નિર્ણય, હવે સેનાના ઓફિસર્સ નહીં ખરીદી શકે આવા પ્રકારની કાર
હવે સેનાના ઓફિસર્સને 1 જૂનથી માત્ર 12 લાખ સુધીની કાર પર છૂટ મળશે
News18 Gujarati
Updated: May 30, 2019, 9:27 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : હવે મિલિટરી ઓફિસર્સને મોંઘી કાર પર છૂટ નહીં મળે. આ પહેલા સેનાના ઓફિસર્સને મોંઘી કારની ખરીદી પર ભારે છૂટ મળતી હતી. પરંતુ સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. તે મુજબ હવે મોંઘી કાર ખરીદવાને લઈ જે ભારે છૂટ મળતી હતી, તેને હવે પરત લઈ લેવામાં આવી છે.

અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા મુજબ, સેનાના ઓફિસર્સ ઈચ્છે તો સર્વિસમાં હોય કે પછી નિવૃત્ત થઈ ગયા હોય, તેઓ હવે 8 લાખમાં માત્ર એક જ વાર ડિસ્કાઉન્ટ રેટ પર સીએસડી કેન્ટિથી કાર ખરીદી શકશે. આ આદેશ 24 મેના રોજ આપવામાં આવ્યો છે.

12 લાખ સુધીની કાર પર છૂટ

હવે સેનાના ઓફિસર્સને 1 જૂનથી માત્ર 12 લાખ સુધીની કાર પર છૂટ મળશે. આ કિંમતમાં જીએસટી સામેલ નથી. આ ઉપરાંત આ છૂટ માત્ર 2500 સીસીની કાર ઉપર જ મળશે.

જવાનો માટે પણ નવો નિયમ

સિવિલિયન ઓફિસર્સ અને બીજી રેન્કના જવાનો માટે પણ નિયમોમાં ફેરયાર કરવામાં આવ્યા છે. હવે આ જવાન 1400 સીસી એન્જિન ક્ષમતાવાળી 5 લાખ રૂપિયા સુધીની કારને છૂટ પર ખરીદી શકશે. આ કિંમતમાં જીએસટી સામેલ નથી. એટલું જ નહીં આ જવાન એક વાર સર્વિસ દરમિયાન અને એક વાર નિવૃત્ત‍િ દરમિયાન આ કાર ખરીદી શકશે.
Loading...

ઉલ્લેખનીય છે કે, સીએસટી કેન્ટિનથી કાર ખરીદવા પર સેનાના ઓફિસર્સને 50 હજારથી દોઢ લાખ સુધીની છૂટ મળે છે.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...