'બદલૂરામ કા બદન' માર્ચ ગીત પર એક સાથે નાચ્યા ભારતીય અને અમેરિકન સૈનિકો

News18 Gujarati
Updated: September 15, 2019, 3:07 PM IST
'બદલૂરામ કા બદન' માર્ચ ગીત પર એક સાથે નાચ્યા ભારતીય અને અમેરિકન સૈનિકો
અમેરિકાના મેકહોર્ડમાં બેઝ લુઇસ ખાતે બંને દેશોની સેના સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરી રહી છે.

કોણ હતા બદલૂરામ, તેમની ઉપર કેમ બન્યું છે આસામ રેજિમેન્ટનું માર્ચ સૉંગ?

  • Share this:
ભારતીય (Indian Army) અને અમેરિકન સૈનિક (American Army) એક સાથે આસામ રેજિમેન્ટના માર્ચ સૉંગ 'બદલૂરામ (Badluram) કા બદન જમીન કે નીચે હૈ ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ' પર નાચતા અને ગાતા જોવા મળ્યા. આ ઉત્સાહપ્રેરક દૃશ્ય અમેરિકાના મેકહોર્ડમાં બેઝ લુઇસ પર જોવા મળ્યું, જ્યાં બંને દેશોની સેના સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરી રહી છે. આ ગીત 1941માં ગઠિત કરવામાં આવેલી આસામ રેજિમેન્ટના શહીદ બદલૂરામની વીરતા પર બનેલું માર્ચ સૉંગ (March Song) છે.

કોણ હતા બદલૂરામ, તેમની ઉપર કેમ બન્યું છે માર્ચ સૉંગ

ભારતીય સેના અને તેના જવાનોની બહાદુરીથી જોડાયેલા અનેક કિસ્સા આપે સાંભળ્યા હશે. એવો જ એક કિસ્સો છે બદલૂરામનો. 23 સપ્ટેમ્બર 1918ના રોજ બ્રિટિશ ઈન્ડિયન આર્મીની એક ટુકડીની આગેવાની કરી રહેલા બદલૂરામ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા. તેમની બહાદુરીના કિસ્સા ખૂબ પ્રચલિત છે. આસામ રેજિમેન્ટના માર્ચ સૉંગ 'બદલૂરામ કા બદન જમીન કે નીચે હૈ' તેમના આ જ કિસ્સાને કહે છે.

આ પણ વાંચો, ઈમરાન ખાને સ્વીકાર્યુ : ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાન હારી જશે

આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે બદલૂરામના શહીદ થયા બાદ પણ તેમના ક્વોર્ટર માસ્ટરે તેમનું નામ નહોતું હટાવ્યું, જેના કારણે બાકી સૈનિકોને તેમના નામ પર રેશન મળતું રહેતું હતું. તેનાથી અનેક મહિનાઓનું રેશન એક સાથે એકત્ર થઈ ગયું હતું અને તે સેનાને ત્યારે કામ આવ્યું જ્યારે રેજિમેન્ટને જાપાનીઓએ ઘેરી લીધી હતી અને ક્યાંયથી રેશન નહોતું મળી રહ્યું. આસામ રેજિમેન્ટ આ માર્ચ સોન્ગની સાથે શહીદ બદલૂરામનો આભાર વ્યક્ત કરે છે.

આ પણ વાંચો, KCRના પાળેલા શ્વાનનું મોત થતાં ડૉક્ટર વિરુદ્ધ કેસ નોંધાયો
First published: September 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading